Smriti Mandhanaએ Palash Muchhalને અન્ય યુવતી સાથે કઢંગી હાલતમાં પકડ્યો હતો! નજીકના મિત્રનો ખુલાસો

પલાશ મુચ્છલ ફરી એકવાર ચર્ચામાં છે. બંનેના લગ્ન ગયા વર્ષે 23 નવેમ્બરે થવાના હતા, પરંતુ સમાચાર આવ્યા હતા કે સ્મૃતિના પિતાની તબિયત બગડવાને કારણે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા છે. ત્યારબાદ સમાચાર આવ્યા કે લગ્ન તૂટી ગયા છે અને પછી બંનેએ અલગ-અલગ સત્તાવાર નિવેદનો જાહેર કરીને આ વાતની પુષ્ટિ પણ કરી હતી.
બીજી મહિલા સાથે રંગેહાથ પકડાયો
હવે થોડા મહિનાઓ પછી આ મામલો ફરી ચર્ચામાં છે. થોડા સમય પહેલા પલાશ પર 40 લાખની છેતરપિંડીનો કેસ પણ સામે આવ્યો હતો, જોકે તેણે ઇન્સ્ટા પોસ્ટ દ્વારા આ બાબતે પોતાની સ્પષ્ટતા આપી હતી. હવે આ ચર્ચિત લગ્નના મામલામાં મંધાનાના બાળપણના મિત્ર વિદ્યાન માનેએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. માનેના જણાવ્યા અનુસાર, પલાશએ સ્મૃતિને દગો આપ્યો હતો અને સ્મૃતિએ તેને બીજી મહિલા સાથે રંગેહાથ પકડ્યો હતો.
સ્મૃતિના બાળપણના મિત્રનો ખુલાસો
સ્મૃતિના મિત્રએ કહ્યું, "હું લગ્ન સમારોહમાં (23 નવેમ્બર, 2025) હાજર હતો જ્યારે તે બીજી મહિલા સાથે પલંગ પર રંગેહાથ પકડાયો હતો. એ દ્રશ્ય ભયાનક હતું, ભારતીય મહિલા ક્રિકેટરોએ તેને જોરદાર માર માર્યો હતો. આખું કુટુંબ જ ચોર છે. મેં વિચાર્યું હતું કે તે લગ્ન કરીને સાંગલીમાં સ્થાયી થશે, પરંતુ આ બધું મારા માટે ઊલટું પડ્યું."
માનેના જણાવ્યા અનુસાર, તે સ્મૃતિના બાળપણના મિત્ર છે અને પલાશ સાથે તેનો પરિચય મંધાના પરિવારે કરાવ્યો હતો. તેણે મુચ્છલ પર 40 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે અને સાંગલીમાં ફરિયાદ નોંધાવી છે.
મિત્રને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો
પોતાની નોંધાયેલી ફરિયાદ પર વાત કરતા તેણે કહ્યું, "જ્યારે હું ગયા મહિને તેની માતા (અમિતા મુચ્છલ) ને મળ્યો, ત્યારે તેમણે જણાવ્યું કે ફિલ્મ રિલીઝ કરવાનું બજેટ હવે વધીને 1.5 કરોડ રૂપિયા થઈ ગયું છે. તેમણે મને બીજા 10 લાખ રૂપિયા રોકવા કહ્યું, નહીં તો મને કોઈ પૈસા પાછા નહીં મળે. તેમણે મને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને ફિલ્મમાંથી કાઢી મૂકવાની ધમકી આપી, તેથી મારે ફરિયાદ નોંધાવવી પડી." માનેના જણાવ્યા અનુસાર તેની પાસે પલાશ વિરુદ્ધ તમામ પુરાવા છે અને તે મુચ્છલ પરિવારની સત્યતા ઉજાગર કરવા માટે તે પોલીસ અને મીડિયા સાથે શેર કરવા તૈયાર છે.

