Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Sunny Deol's film 'Border 2' gets a setback! Banned in these 6 countries

Sunny Deolની ફિલ્મ 'Border 2'ને ઝટકો! આ 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Sunny Deolની ફિલ્મ 'Border 2'ને ઝટકો! આ 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ
સોર્સ : GSTV

2026માં સની દેઓલની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ 'બોર્ડર 2' ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સની દેઓલની ફિલ્મ ‘બોર્ડર 2’ આજે સિનેમા!ઘરોમાં રિલીઝ થઈ છે. પરંતુ આ ફિલ્મને એકસાથે 6 દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવી છે. ‘ધુરંધર’ પછી પ્રતિબંધિત થનારી આ બીજી મોટી બોલિવૂડ ફિલ્મ છે. પાકિસ્તાનમાં પહેલેથી જ ઐતિહાસિક વોર ડ્રામા 'બોર્ડર 2' પર પ્રતિબંધ છે. હવે અન્ય 6 દેશોમાં પણ તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેનું કારણ આ ફિલ્મનું કન્ટેન્ટ છે, જે એક સત્ય ઘટના પર આધારિત છે. પરંતુ રિલીઝ પર રોક લગાવનારા દેશોને આ ફિલ્મ 'એન્ટી-પાકિસ્તાન' (પાકિસ્તાન વિરોધી) લાગે છે. તેથી, તેઓએ નિર્ણય લીધો છે કે તેઓ તેને ત્યાં રિલીઝ થવા દેશે નહીં. 23 જાન્યુઆરીએ આ ફિલ્મ પ્રતિબંધિત દેશો સિવાય વિશ્વભરમાં રિલીઝ થઈ છે. 

App Store

 કયા 6 દેશોએ 'બોર્ડર 2' પર પ્રતિબંધ મૂક્યો?

એક રિપોર્ટ અનુસાર, ગલ્ફ દેશોમાં સની દેઓલ સ્ટારર 'બોર્ડર 2'ની થિયેટ્રિકલ રિલીઝ નહીં થાય. આ 6 દેશોમાં UAE, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીન સામેલ છે. અહેવાલો મુજબ, ડિસ્ટ્રીબ્યુટર્સે આ દેશોમાં 'બોર્ડર 2' ની રિલીઝ માટે તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ પાકિસ્તાન વિરોધી કન્ટેન્ટ હોવાને કારણે તેઓ સફળ થઈ શક્યા નહીં. સ્વાભાવિક છે કે, આ 6 દેશોમાં પ્રતિબંધ લાગવાથી ફિલ્મના ઓવરસીઝ કલેક્શન (વિદેશી કમાણી) પર ખરાબ અસર પડશે.

'ધુરંધર' પછી બીજી ફિલ્મ જે ગલ્ફ દેશોમાં પ્રતિબંધિત થઈ

ગયા મહિને જ રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર'ને પણ આવી જ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. તે સ્પાય એક્શન ડ્રામા ફિલ્મને પણ આ જ 6 ગલ્ફ દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી 'ધુરંધર' ફિલ્મે દુનિયાભરમાં 1325 કરોડ રૂપિયાથી વધુનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. જો આ ફિલ્મ ગલ્ફ દેશો અને પાકિસ્તાનમાં પ્રતિબંધિત ન હોત, તો આ આંકડો હજુ પણ મોટો હોઈ શકે તેમ હતો.

 'બોર્ડર 2' ની વાર્તા શું છે?

અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી 'બોર્ડર 2' ની વાર્તાની પૃષ્ઠભૂમિ 1971માં થયેલ ભારત-પાકિસ્તાન યુદ્ધ છે, જેમાં ભારતીય જવાનોએ બહાદુરી બતાવીને દુશ્મનોને હરાવ્યા હતા. ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે મોના સિંહ, મેધા રાણા, સોનમ બાજવા અને આન્યા સિંહ જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ 1997માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'બોર્ડર'ની સિક્વલ છે, જેનું નિર્દેશન જે.પી. દત્તાએ કર્યું હતું.