Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : The trailer of the most awaited film 'Border 2' released, the dialogues of the film set the internet on fire

Video: મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Border 2' ટ્રેલર રિલીઝ, ફિલ્મના ડાયલોગ્સે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

Timeછેલ્લું અપડેટ : 16 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Video: મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Border 2' ટ્રેલર રિલીઝ, ફિલ્મના ડાયલોગ્સે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ
સોર્સ : GSTV

'ગદર 2' ની જબરદસ્ત સફળતા બાદ, સની દેઓલ પોતાની 1997ની દેશભક્તિથી ભરપૂર વોર ડ્રામા ફિલ્મ 'બોર્ડર' ની સિક્વલ 'બોર્ડર 2' સાથે મોટા પડદા પર કમબેક કરી રહ્યા છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે 15 જાન્યુઆરી આર્મી ડેના ખાસ અવસરે મેકર્સે આ ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલર જોયા પછી નસોમાં દેશભક્તિનો જુસ્સો દોડવા લાગે છે.

App Store

દેશભક્તિથી ભરપૂર છે 'બોર્ડર 2' નું ટ્રેલર

'બોર્ડર 2' માં સની દેઓલ ઉપરાંત દિલજીત દોસાંજ, વરુણ ધવન અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. ફીમેલ લીડ તરીકે મોના સિંગ, સોનમ બાજવા, આન્યા સિંગ અને મેધા રાણાને કાસ્ટ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં મેજર સૈનિક હોશિયાર સિંહની સાચી વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેનું પાત્ર વરુણ ધવને ભજવ્યું છે.

ફિલ્મના ટ્રેલરની શરૂઆત સની દેઓલથી થાય છે. જેમાં સની કહેતા સંભળાય છે કે:

"ફૌજી માટે બોર્ડર ફક્ત નકશા પર દોરેલી એક લીટી નથી, પરંતુ પોતાના દેશ સાથેનો એક વાયદો છે કે જ્યાં તે ઊભો છે, તેની આગળ કોઈ નહીં જાય. ન કોઈ દુશ્મન, ન કોઈ ગોળી અને ન તો તેનો ઈરાદો... અને આજે ગમે તે થઈ જાય અમે આ વાયદો તૂટવા નહીં દઈએ."

ત્યારબાદ વરુણ ધવન, અહાન પાંડે અને દિલજીત દોસાંજનો પરિચય કરાવવામાં આવે છે. ટ્રેલર દેશભક્તિના જુસ્સાથી ભરેલું છે અને તેનું સંગીત પણ હૃદયસ્પર્શી છે. ટ્રેલરના અંતમાં સની દેઓલનો એક સંવાદ ખૂબ ચર્ચામાં છે: "તમે અમને શું હરાવશો, અરે તમારા પાકિસ્તાનમાં એટલા લોકો નથી જેટલા અમારે ત્યાં ઈદ પર બકરા કાપવામાં આવે છે."

સની દેઓલે પોસ્ટ કરીને ટ્રેલરની જાહેરાત કરી હતી

સની દેઓલે તેના ઓફિશિયલ એક્સ (Twitter) એકાઉન્ટ પર ટ્રેલર રિલીઝની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, "આ વાર્તાથી મોટી કોઈ બીજી વાર્તા નથી, આ જીતથી મોટો કોઈ બીજો ઉત્સવ નથી. 'બોર્ડર 2' 23 જાન્યુઆરી 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે." 14 જાન્યુઆરીની રાત્રે સની દેઓલે નૌકાદળના જવાનો સાથે સમય પણ વિતાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર સેલ્ફી શેર કરી હતી.

બોર્ડર 2 ક્યારે રિલીઝ થશે?

વર્ષ 2026ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બોર્ડર 2' આ પ્રજાસત્તાક પર્વના લાંબા વીકેન્ડમાં એટલે કે 23 જાન્યુઆરી, 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. અનુરાગ સિંહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે અને તેમાં વીર સૈનિકોની ગાથા દર્શાવવામાં આવી છે.