મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

પંજાબના પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યો શાહરૂખ ખાન, 1500 પરિવારોની મદદ કરશે

પંજાબમાં ભારે વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હજારો લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે. આ સંકટ વચ્ચે

પંજાબના પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યો શાહરૂખ ખાન, 1500 પરિવારોની મદદ કરશે

પંજાબમાં ભારે વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હજારો લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે. આ સંકટ વચ્ચે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનું મીર ફાઉન્ડેશન આગળ આવ્યું છે. જે લોકલ NGO સાથે હાથ મિલાવીને પંજાબ પૂરથી પ્રભાવિત પરિવારોની મદદ કરી રહ્યું છે.

1500 પરિવારોની મદદ કરશે શાહરૂખ ખાન

મીર ફાઉન્ડેશન હેઠળ પંજાબના પૂર પીડિતોને જરૂરી રિલીફ કિટ્સ વહેંચવામાં આવી રહી છે જેમાં દવાઓ, હાઇજીન સાથે જોડાયેલી વસ્તુઓ, ભોજનનો સામાન, મચ્છરદાની, તિરપાલની ચાદરો, ફોલ્ડિંગ બેડ, કોટનના ગાદલા અને બીજો જરૂરી સામાન સામેલ છે. આ પહેલ અમૃતસર, પટિયાલા, ફાજિલ્કા અને ફિરોઝપુર જિલ્લાના કૂલ  1500 પરિવારો સુધી પહોંચશે. 

શું છે મીર ફાઉન્ડેશન?

મહત્ત્વપૂર્ણ છે કે શાહરૂખ ખાનનું મીર ફાઉન્ડેશન એસિડ એટેક સર્વાઇવર્સ અને મહિલાઓ માટે કામ કરે છે. જરૂર પડવા પર હંમેશા ફાઉન્ડેશન મદદ માટે આગળ આવે છે. કોવિડ-19 દરમિયાન પણ મીર ફાઉન્ડેશને ઓક્સીજન, રાશન આપ્યું હતું. હવે ફરી વખત પંજાબમાં પૂર આવતા મીર ફાઉન્ડેશને મદદ માટે હાથ લંબાવ્યો છે.

આ સમાચાર શેર કરો