Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Shah rukh khan announce son Aryan khan debut

શાહરૂખે એનાઉન્સ કરી આર્યન ખાનની ડેબ્યુ વેબ સિરીઝ, સાથે જ પુત્રને આપી આ સલાહ

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2024
લાઇવ ટીવીGoogle News
શાહરૂખે એનાઉન્સ કરી આર્યન ખાનની ડેબ્યુ વેબ સિરીઝ, સાથે જ પુત્રને આપી આ સલાહ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની જેમ તેના પુત્ર આર્યન ખાને પણ ફિલ્મોની દુનિયામાં પોતાનો રસ્તો શોધી લીધો છે. ઘણા સમયથી આર્યનના ડેબ્યુની ચર્ચા ચાલી રહી હતી. આ અંગે કામ પણ ચાલી રહ્યું હતું, પરંતુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. હવે આર્યન ખાનના ડેબ્યુ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શાહરૂખ ખાને પોતે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. આ અવસર પર લોકો તેને શુભકામનાઓ આપતા જોવા મળી રહ્યા છે. આર્યન એક વેબ સિરીઝ સાથે ડેબ્યુ કરી રહ્યો હ્હે. આ વેબ સિરીઝ બોલિવૂડ પર આધારિત છે અને તેનું નિર્દેશન આર્યને કર્યું છે.

App Store

આ પણ વાંચો: Maharashtra Assembly Elections / અક્ષય કુમારથી લઈને રાજકુમાર રાવ સુધી આ સેલેબ્સે કર્યું વોટિંગ

શાહરૂખ ખાને એક્સ પર આ માહિતી શેર કરી છે. તેણે લખ્યું- તે ખૂબ જ ખાસ દિવસ છે જ્યારે દર્શકો માટે નવી વાર્તા રજૂ કરવામાં આવે છે. રેડ ચિલીઝ માટે આજે વધુ ખાસ દિવસ છે. આ સાથે આર્યન ખાન તેની નવી વેબ સિરીઝ સાથે દર્શકોની વચ્ચે આવવા માટે તૈયાર છે.

શાહરૂખ ખાને પુત્રને આપી સલાહ

સિરીઝની સત્તાવાર જાહેરાત કરવાની સાથે શાહરૂખ ખાને તેના પુત્ર આર્યનને એક સલાહ પણ આપી હતી. તેણે કહ્યું- 'આર્યન આગળ વધો અને લોકોનું મનોરંજન કરો અને યાદ રાખો, શો બિઝનેસ જેવો કોઈ બિઝનેસ નથી!!.' આ સિરીઝની વાત કરીએ તો, તેને આર્યનની માતા અને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને પ્રોડ્યુસ કરી છે.

આ સિરીઝ બોલિવૂડની અત્યાર સુધીની સફર પર એક ડોક્યુમેન્ટરી સિરીઝ છે. આ સિરીઝ વર્ષ 2025માં આવશે. હાલમાં, સિરીઝ વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. શાહરૂખની જાહેરાત બાદ લોકો આર્યનને તેની ભાવિ સફર માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.