Maharashtra Assembly Elections / અક્ષય કુમારથી લઈને રાજકુમાર રાવ સુધી આ સેલેબ્સે કર્યું વોટિંગ

આજે (20 નવેમ્બર) મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આ સમયે સામન્ય નાગરિકોની જેમ જ સેલેબ્સ પણ વોટિંગ કરવા પહોંચ્યા હતા. અક્ષય કુમારથી લઈને રાજકુમાર રાવ સુધી ઘણા સેલેબ્સ પોતાનો વોટ આપવા પહોંચ્યા હતા.
અક્ષય કુમારે લોકોને અપીલ કરી
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર વહેલી સવારે વોટ આપવા પહોંચ્યો હતો. વોટ આપ્યા બાદ અક્ષય બહાર આવ્યો અને મીડિયા સાથે વાત કરી હતી. તેણે લોકોને વોટિંગ કરવાની અપીલ પણ કરી હતી.
રાજકુમાર રાવે વોટ આપ્યો

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ પણ સવારે વોટિંગ કરવા પહોંચ્યો હતો. તેણે વોટ આપ્યા બાદ પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો.
કબીર ખાને વોટ આપ્યો
દિગ્દર્શક કબીર ખાન પણ વહેલી સવારે વોટ આપવા પહોંચ્યો હતો. વોટ આપ્યા પછી તેણે શાહીવાળી આંગળી દેખાડતા પાપારાઝીની સામે પોઝ આપ્યો.
ટીવી એક્ટ્રેસ ગૌતમી કપૂરે વોટ આપ્યો
ટીવી અભિનેત્રી ગૌતમી કપૂરે પણ વહેલી સવારે વોટિંગ કર્યું હતું. વોટ આપ્યા પછી તેણે કહ્યું, 'મને ખૂબ સારું લાગે છે. મને લાગે છે કે વોટિંગ અદ્ભુત છે. તમે આઝાદ અનુભવો છો અને મને લાગે છે કે દરેક નાગરિક માટે વોટિંગ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે દરેક વોટ મોટો ફરક પાડે છે.
ફરહાન અખ્તર અને અલી ફઝલે વોટ આપ્યો


બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર અને અલી ફઝલ પણ વોટ આપવા પહોંચ્યા હતા. બંને એક્ટરે વોટ આપ્યા બાદ પાપારાઝીને પોઝ આપ્યા હતા.
સલીમ ખાન પત્ની સાથે વોટ આપવા ગયા

સલમાન ખાનના પિતા સલીમ ખાન પત્ની સલમા સાથે વોટ આપવા ગયા હતા. બંનેની તસવીરો સામે આવી છે.
કાર્તિક આર્યન એ વોટ આપ્યો

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન પણ વોટ આપવા ગયો હતો. વોટ આપ્યા પછી, કાર્તિકે તેની શાહીવાળી આંગળી બતાવીને પોઝ આપ્યો હતો.
પ્રેમ ચોપરાએ પણ આપ્યો વોટ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપરા પણ પોતાની જવાબદારી નિભાવવા વોટિંગ કરવા પહોંચ્યા હતા.
રકુલ પ્રીત પતિ જેકી ભગનાની સાથે પહોંચી હતી

બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પતિ જેકી ભગનાની સાથે વોટ આપવા પહોંચી હતી. બંનેએ પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા.
ટ્વિંકલ ખન્ના પણ વોટ કરવા ગઈ હતી

અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના પણ વોટિંગકરવા ગઈ હતી. અક્ષય અને ટ્વિંકલ અલગ-અલગ વોટ આપવા ગયા હતા. ટ્વિંકલે ગ્રીન કલરનો આઉટફિટ પહેર્યો હતો.
રણબીર કપૂરે પણ વોટ આપ્યો

અભિનેતા રણબીર કપૂરે પણ વોટ આપ્યો છે. વોટ આપ્યા પછી, તેણે પોતાની શાહીવાળી આંગળી બતાવતા પોઝ આપ્યો હતો. આ દરમિયાન રણબીર સફેદ ટી-શર્ટ અને ગ્રીન પેન્ટમાં જોવા મળ્યો હતો.
કરીના-સૈફે પણ કર્યું વોટિંગ


કરીના કપૂર ખાન તેના પતિ અને અભિનેતા સૈફ અલી ખાન સાથે વોટિંગ કરવા પહોંચી હતી. તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. બંને સફેદ રંગના કપડામાં જોવા મળ્યા હતા.
હેમા માલિનીએ વોટ આપ્યો
અભિનેત્રી હેમા માલિનીએ પણ વોટ આપ્યો છે. તે પોતાની પુત્રી એશા દેઓલ સાથે વોટિંગ કરવા ગઈ હતી. વોટ આપ્યા પછી, તેમણે પેપ્સને પોઝ પણ આપ્યો હતો.
સલમાન ખાને વોટ આપ્યો

અભિનેતા સલમાન ખાને પણ વોટ આપ્યો છે. તે કડક સુરક્ષા સાથે વોટિંગ કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન સલમાન ખાને ગ્રે ટીશર્ટ પહેરી હતી. તેણે કાળા ચશ્મા અને કાળી કેપ પણ પહેરી હતી.

