મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બરેલીમાં હુમલા બાદ દિશા પટણીના મુંબઈના ઘરે વધારાઈ સિક્યોરિટી!

દિશા પટાણીના મુંબઈના ઘરે સિક્યોરિટી વધારી દેવાઈ છે. બરેલીમાં દિશાના ઘરે ફાયરિંગ થયા બ

બરેલીમાં હુમલા બાદ દિશા પટણીના મુંબઈના ઘરે વધારાઈ સિક્યોરિટી!

દિશા પટાણીના મુંબઈના ઘરે સિક્યોરિટી વધારી દેવાઈ છે. બરેલીમાં દિશાના ઘરે ફાયરિંગ થયા બાદ બરેલી પોલીસે મુંબઈ પોલીસને દિશાની સુરક્ષા બાબતે પણ એલર્ટ રહેવા જણાવ્યું હતું. તે પછી દિશાનાં ઘર આસપાસ પોલીસ જાપ્તો વધારી  દેવાયો છે. વધુ પોલીસ જવાનોને તૈનાત કરી દેવાયા છે. 

બરેલીના ઘરમાં થયો હતો હુમલો

બરેલી પોલીસ દ્વારા દિશાના ઘર પર ફાયરિંગના કેસના આરોપીઓની ગતિવિધિ વિશેની અપડેટ પણ મુંબઈ પોલીસને સતત આપવામાં આવી રહી છે.  ગઈ તારીખ 12મી સપ્ટેમ્બરે દિશાના બરેલી ખાતેના ઘરે ગોળીબાર થયો હતો. ગોળીબાર વખતે દિશાના પિતા તથા બહેન ઘરમાં હાજર હતાં. જોકે, ગોળીબારમાં કોઈને ઈજા થઈ ન હતી. ગોલ્ડી બ્રાર ગેંગે આ ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી. 

સમગ્ર બોલીવુડને આપી ચિમકી

આ ગેંગના  દાવા અનુસાર દિશાની બહેન ખુશ્બુએ કેટલાક હિંદુ સંતો વિરુદ્ધ ઉચ્ચારણો કર્યાં હોવાથી સમગ્ર બોલીવુડને ચિમકી આપવા માટે તેમણે આ ગોળીબાર કરાવ્યો હતો. 

બીજી તરફ આ ગોળીબારમાં સામેલ બે આરોપીઓનાં એન્કાઉન્ટર થઈ ચૂક્યાં છે અને અન્ય બેની ધરપકડ થઈ ચૂકી છે. 

આ સમાચાર શેર કરો