સલમાન ખાનને છે આ ગંભીર બિમારી! તેમના સ્વાસ્થ્ય વિશે કર્યો મોટો ખુલાસો
સલમાન ખાન એટલે કે સૌના ફેવરિટ ભાઈજાન. તે હંમેશા પોતાની તાકાત અને સ્વેગ માટે જાણીતા છે. પરંતુ ધણા લોકો એ નથી જાણતા કે આ

સલમાન ખાન એટલે કે સૌના ફેવરિટ ભાઈજાન. તે હંમેશા પોતાની તાકાત અને સ્વેગ માટે જાણીતા છે. પરંતુ ધણા લોકો એ નથી જાણતા કે આ સુપરસ્ટાર વ્યક્તિત્વ પાછળ, અભિનેતા અનેક પીડાદાયક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. છતાં, એક સાચા શોમેનની જેમ, તે ક્યારેય પોતાના દુ:ખને પોતાના ચહેરા પર આવવા દેતા નથી અને 'શો ચાલુ જ રહેવો જોઈએ'ની ફિલોસોફી પર કામ કરે છે. સલમાન ખાન "ટ્રાઇજેમિનલ ન્યુરલજીયા" નામની બિમારીથી પીડાઈ રહ્યા છે.
સલમાન ખાનનું સ્વાસ્થ્ય બગડે છે
અહેવાલ મુજબ, સલમાન ખાનને 2007 ની આસપાસ ટ્રાઇજેમિનલ ન્યુરલજીયાના લક્ષણો દેખાવા લાગ્યા હતા. તે સમયે, તે 'પાર્ટનર'નું શૂટિંગ કરી રહ્યા હતા. તેણે ઘણા વર્ષો સુધી તીવ્ર પીડા સહન કરી. 2011 માં, તે સર્જરી માટે યુનાઇટેડ સ્ટેટ્સ પણ ગયા હતા. આટલુ જ નહી તેમને શૂટિંગ કરતી વખતે પણ ઘણી ઈજાઓ થઈ છે જેમાં તેમની પાંસળીઓ ફ્રેક્ચર થઈ ગઈ છે. છતાં તેમણે હજપ પણ એક્ટિંગ ચાલુ રાખી છે. ફિલ્મમાં કૂદવું, પડવું, ચાલવા જેવી ક્રિયા માટે પણ સક્ષમ નથી, તે છતાં તેઓ હજુ પણ ડાંસ કરે છે.
હાલ સિકંદર ફિલ્મમાં તેમણે કામ કર્યું છે
સલમાન ખાન છેલ્લે A.R. Murugadoss દ્વારા દિગ્દર્શિત એક્શન ડ્રામા 'સિકંદર'માં જોવા મળ્યા હતા. જે 2025 ની ઈદ પર રિલીઝ થઈ હતી. ફિલ્મમાં, સલમાન સંજય "સિકંદર" રાજકોટની ભૂમિકા ભજવે છે, જે ગુજરાતમાં રાજકોટ રાજવંશના અંતિમ વારસદાર છે.






