Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Rashmika- Vijay Deverakonda will have a royal wedding at this place in Udaipur

VIDEO: Rashmika અને Vijay Deverakonda ઉદયપુરમાં આ સ્થળે કરશે શાહી લગ્ન, હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાય તેવી શક્યતા

Timeછેલ્લું અપડેટ : 23 Feb 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO: Rashmika અને Vijay Deverakonda ઉદયપુરમાં આ સ્થળે કરશે શાહી લગ્ન, હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાય તેવી શક્યતા
સોર્સ : GSTV

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના 26 ફેબ્રુઆરીએ ઉદયપુરની ITC મોમેન્ટોઝ હોટલમાં એક ખાનગી સમારોહમાં લગ્નગ્રંથિથી જોડાશે. 230 મહેમાનોની હાજરીમાં ત્રણ દિવસનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારબાદ હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન યોજાય તેવી ચર્ચા છે.

App Store

ફિલ્મ અભિનેતા વિજય દેવરકોંડા અને અભિનેત્રી રશ્મિકા મંદાના 26 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નના ત્રણ દિવસ પહેલા સોમવારે બંને ઉદયપુર એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ સીધા હોટલ જવા રવાના થયા હતા. આ આયોજનને સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવ્યું છે અને તેમાં મર્યાદિત મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે.

ITC મોમેન્ટોઝમાં ત્રણ દિવસનો કાર્યક્રમ

લગ્નનું આયોજન ઉદયપુર-નાથદ્વારા હાઈવે પર કૈલાશપુરી સ્થિત ITC મોમેન્ટોઝ ઉદયપુરમાં કરવામાં આવશે. હોટલમાં 24, 25 અને 26 ફેબ્રુઆરી માટે બુકિંગ કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર, સમારોહમાં કુલ 230 મહેમાનો સામેલ થશે અને તેમના માટે હોટલના તમામ 117 રૂમ રિઝર્વ રાખવામાં આવ્યા છે. તમામ મહેમાનો 24 ફેબ્રુઆરીએ હોટલમાં ચેક-ઈન કરશે.

‘નો ફોન પોલિસી’ અને વિશેષ સુરક્ષા વ્યવસ્થા

આ સમારોહને સંપૂર્ણપણે પ્રાઈવેટ સેરેમની તરીકે યોજવામાં આવી રહ્યો છે, જેમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો જ સામેલ થશે. કાર્યક્રમ દરમિયાન ‘નો ફોન પોલિસી’ લાગુ રહેશે, જેથી અંદરની તસવીરો જાહેર ન થાય. આ માટે એક ખાસ સિક્યુરિટી એજન્સીની પણ નિમણૂક કરવામાં આવી છે.

હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન

ઉદયપુરમાં લગ્ન સમારોહ બાદ 3-4 માર્ચે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન યોજાય તેવી માહિતી મળી રહી છે. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ સામેલ થવાની શક્યતા છે. રિસેપ્શન બંજારા હિલ્સના કોઈ પ્રીમિયમ સ્થળે યોજાય તેવી ચર્ચા છે.

ઓક્ટોબરમાં થઈ હતી સગાઈ

રિપોર્ટ્સ અનુસાર, બંનેએ 3 ઓક્ટોબરે હૈદરાબાદમાં એક ખાનગી સમારોહમાં સગાઈ કરી હતી. જોકે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી, પરંતુ રશ્મિકા ઘણી વખત એન્ગેજમેન્ટ રિંગ સાથે જોવા મળી હતી. આ પહેલા બંને હૈદરાબાદ એરપોર્ટ પર પણ સાથે જોવા મળ્યા હતા. વિજય દેવરકોંડાના હૈદરાબાદ સ્થિત ઘરને લાઈટ્સથી શણગારવામાં આવ્યું હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. ઉદયપુરમાં યોજાનારા આ આયોજનને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.