વિજય પહેલા 13 વર્ષ મોટા એક્ટર સાથે લગ્ન કરવાની હતી Rashmika Mandanna, થોડા જ સમયમાં તૂટી ગઈ સગાઈ

સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત સ્ટાર્સ રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડા લગ્ન કરવા જઈ રહ્યા છે. 'ગીતા ગોવિંદમ' અને 'ડિયર કોમરેડ' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલા રશ્મિકા અને વિજય દેવેરાકોંડા વર્ષોથી ડેટિંગ કરી રહ્યા છે. જોકે, તેઓ હંમેશા તેમના સંબંધોને લાઈમલાઈટથી દૂર રાખવાનો પ્રયાસ કરતા રહ્યા છે. તેઓએ ક્યારેય તેમના ડેટિંગને ઓફિશિયલ નહતું કર્યું.
હવે રશ્મિકા અને વિજય લગ્નના બંધનમાં બંધાવાના છે. બંનેએ તાજેતરમાં જ તેમના ફેન્સ સાથે આ ગુડ ન્યૂઝ શેર કરી છે. તેમના ફેન્સના સન્માનમાં તેઓએ તેમના દ્વારા આપવામાં આવેલ કપલ નામ VIROSHને વેડિંગ ટાઈટલ રાખ્યું છે.
રશ્મિકા 13 વર્ષ મોટા અભિનેતા સાથે લગ્ન કરવાની હતી
ત્રણ દિવસમાં રશ્મિકા મંદાના વિજય સાથે લગ્નના બંધનમાં બંધાશે. પણ શું તમે જાણો છો કે લગભગ એક દાયકા પહેલા રશ્મિકાએ બીજા અભિનેતા સાથે લગ્ન કરવાનું વિચાર્યું હતું? હા, 2017માં રશ્મિકાએ તેના કરતા 13 વર્ષ મોટા અભિનેતા સાથે સગાઈ કરી હતી.
રશ્મિકાની આ અભિનેતા સાથે સગાઈ
આ અભિનેતા રક્ષિત શેટ્ટી છે, જે કન્નડ સિનેમામાં પ્રખ્યાત છે. રશ્મિકા મંદાનાએ તેની પહેલી ફિલ્મ 'કિરિક પાર્ટી' માં રક્ષિત સાથે કામ કર્યું હતું. આ સમય દરમિયાન તેઓ નજીક આવ્યા. 2017માં માત્ર 21 વર્ષની ઉંમરે અભિનેત્રીએ તેનાથી 13 વર્ષ મોટા રક્ષિત સાથે સગાઈ કરી હતી.
8 વર્ષ પહેલા તૂટી હતી રશ્મિકાની સગાઈ
રશ્મિકા મંદાના રક્ષિત સાથે લગ્ન કરવાની હતી, પરંતુ 2018માં તેમની સગાઈ તૂટી ગઈ. તે સમયે તેઓએ તેમના અલગ થવાનું કારણ નહતું જાહેર કર્યું. જોકે, એવું કહેવાય છે કે કંપેટિબિલિટી ઈશ્યુ તેમના અલગ થવાનું કારણ બન્યો હતો. બંને પોતપોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હતા.
વિજય અને રશ્મિકાના લગ્ન ક્યારે છે?
રક્ષિત સાથે બ્રેકઅપ થયા પછી રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડાને ડેટ કર્યો. હવે વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી બંને 26 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉદયપુરમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

