Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Hardik Pandya gave a gift worth crores to his son Agastya, who lives with ex-wife Natasha!

Hardik Pandyaએ પુત્ર પર લૂંટાવ્યા કરોડો! એક્સ વાઈફ Natasha સાથે રહેતા દીકરા અગત્સ્યને આપી મોંઘીદાટ ગિફ્ટ

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Hardik Pandyaએ પુત્ર પર લૂંટાવ્યા કરોડો! એક્સ વાઈફ Natasha સાથે રહેતા દીકરા અગત્સ્યને આપી મોંઘીદાટ ગિફ્ટ
સોર્સ : GSTV

Hardik Pandya Gift to Son: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા હોવા છતાં, બંને પોતાના પુત્ર અગસ્ત્યના ઉછેરની જવાબદારી સાથે મળીને નિભાવી રહ્યા છે. ભલે અગસ્ત્ય તેની માતા નતાશા સાથે રહેતો હોય, પરંતુ પિતા તરીકે હાર્દિકનો તેના પ્રત્યેનો પ્રેમ જરાય ઓછો થયો નથી. આ વાતનો પુરાવો ત્યારે મળ્યો જ્યારે હાર્દિકે તેના લાડકવાયા દીકરાને કરોડોની કિંમતની લક્ઝરી એસયુવી(SUV) કાર ભેટમાં આપી. જે ઉંમરે બાળકો રમકડાંથી રમતા હોય, તે ઉંમરે હાર્દિકે અગસ્ત્યને કરોડોની લક્ઝરી કાર ગિફ્ટ કરી છે.

App Store

નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી હતી

હાર્દિકની પુત્રને કરોડોની સરપ્રાઈઝ

સોશિયલ મીડિયા પર અત્યારે હાર્દિક પંડ્યાએ તેના પુત્ર અગસ્ત્ય અને પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકને આપેલી આ શાનદાર ગિફ્ટની તસવીરો ખૂબ વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં અગસ્ત્ય અને નતાશા 'લેન્ડ રોવર ડિફેન્ડર' કારની ડિલિવરી લેતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે, કારના વેલકમ નોટ પર સ્પષ્ટપણે લખ્યું છે, 'પાપા ટુ અગસ્ત્ય'(Papa to Agastya), જે પિતા-પુત્રના અતૂટ સંબંધને દર્શાવે છે.

કેટલી છે આ કારની કિંમત?

હાર્દિક પંડ્યાએ અગસ્ત્યને લેન્ડ રોવર ડિફેન્ડરનું કયું મોડલ ગિફ્ટ કર્યું છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ બજારમાં આ કારની ઓન-રોડ કિંમત અંદાજે 1 કરોડથી 4 કરોડ રૂપિયાની વચ્ચે હોય છે. અહેવાલો મુજબ, હાર્દિકે આ કારનું ટોપ મોડલ ખરીદ્યું છે, જેની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. મુંબઈના નવનીત મોટર્સે સત્તાવાર રીતે આ જાણકારી શેર કરી છે કે આ કાર મુંબઈમાં અગસ્ત્ય પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકને સોંપવામાં આવી છે.

હાર્દિકને પહેલેથી જ છે કારનો શોખ

હાર્દિક પંડ્યા પાસે પહેલેથી જ એક ડિફેન્ડર કાર છે અને તેણે આ નવી કાર પણ એ જ શૉરૂમમાંથી ખરીદી છે જ્યાંથી તેણે અગાઉ પોતાની કાર લીધી હતી. ભલે હાર્દિક અને નતાશાના રસ્તા અલગ થઈ ગયા હોય, પરંતુ પોતાના પુત્રની ખુશી માટે હાર્દિકે આપેલી આ મોંઘીદાટ ભેટ અત્યારે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે.