Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : After liver cancer, Dipika Kakkar's problems increased; Now this disease has occurred

લિવર કેન્સર બાદ Dipika Kakkarને થઈ આ બીમારી, ફરી એકવાર હોસ્પિટલ પહોંચી અભિનેત્રી

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
લિવર કેન્સર બાદ Dipika Kakkarને થઈ આ બીમારી, ફરી એકવાર હોસ્પિટલ પહોંચી અભિનેત્રી
સોર્સ : GSTV

'સસુરાલ સિમર કા' ફેમ અભિનેત્રી અને યુટ્યુબર દીપિકા કક્કરને લિવર કેન્સરની સારવાર બાદ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ છે. દીપિકાને અચાનક પેટમાં એટલો જોરદાર દુખાવો થયો કે તેને હોસ્પિટલ જવું પડ્યું. હવે અભિનેત્રીએ ફેન્સને પોતાની હેલ્થ વિશે જાણકારી આપી છે.

App Store

દીપિકાને શું થયું છે?

તમને જણાવી દઈએ કે દીપિકાના પેટમાં સિસ્ટ (ગાંઠ) થઈ ગઈ છે, જેના માટે એક પ્રોસિજર કરવામાં આવશે. શોએબ અને દીપિકાએ હોસ્પિટલથી નવો વ્લોગ શેર કર્યો છે. શોએબે જણાવ્યું કે, દીપિકાને બે દિવસથી પેટમાં દુખાવો થતો હતો, પરંતુ ગઈકાલે આ દુખાવો વધી ગયો હતો, જેના પછી તેઓ તેને ડોક્ટર પાસે લઈ ગયા. સીટી સ્કેનમાં જાણવા મળ્યું છે કે દીપિકાના પેટમાં સિસ્ટ છે, જેનું કદ 1.3 cm છે.

દીપિકાએ જણાવ્યું કે પેટની સાથે તેને ખભામાં પણ દુખાવો હતો, જેના કારણે તે ચિંતામાં હતી. જોકે, સિસ્ટ સિવાય બાકીના તમામ રિપોર્ટ્સ નોર્મલ છે. તેણે એમ પણ જણાવ્યું કે જ્યારે ડિસેમ્બરમાં તેનું PET સ્કેન થયું હતું, ત્યારે રિપોર્ટ્સમાં કંઈ આવ્યું નહોતું.

શોએબને કઈ વાતનો ડર સતાવી રહ્યો છે?

શોએબે આગળ કહ્યું કે જ્યારે થી દીપિકાને લિવર કેન્સર થયું છે, ત્યારથી તેને એ વાતનો ડર રહે છે કે ક્યાંક કેન્સર ફરી પાછું ન આવી જાય. શોએબ બોલ્યો- "ડોક્ટરોએ સિસ્ટની સારવાર કરવાનો નિર્ણય લીધો છે. કોઈ મોટી સર્જરી નહીં થાય. ડોક્ટર્સ એક નાની પ્રોસિજર દ્વારા સિસ્ટને બર્ન કરશે. દીપિકાને 3-4 દિવસ માટે એડમિટ થવું પડશે."

શોએબે ઉમેર્યું, "આ જ જિંદગી છે. ગઈકાલે જ અમે વ્લોગમાં હસતા હતા અને મજાક કરતા હતા અને આજે અમે પાછા હોસ્પિટલમાં છીએ. પરંતુ અમે અલ્લાહના શુક્રગુજાર છીએ કે આ બાબત શરૂઆતના સ્ટેજમાં જ ખબર પડી ગઈ, નહીંતર સ્થિતિ ગંભીર બની શકી હોત."

દીપિકા થઈ ઈમોશનલ

દીપિકાએ ભાવુક થતા કહ્યું- "આજે સવારે હું ખૂબ જ ડરેલી હતી. પરંતુ હું આભારી છું કે અમને સમયસર ખબર પડી ગઈ. તેથી રેગ્યુલર ફોલો-અપ કરવું ખૂબ જ જરૂરી છે. જો સામાન્ય દુખાવો પણ હોય તો તેને નજરઅંદાજ ન કરવો જોઈએ, તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ."

પોતાની હેલ્થ વિશે વાત કરતી વખતે દીપિકા ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ હતી. તેણે ફેન્સને તેના માટે દુઆ કરવાની અપીલ કરી છે. દીપિકાની બીમારી વિશે સાંભળીને ફેન્સ પણ તેની તબિયતને લઈને ચિંતિત છે અને તેના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

ટોપિક્સ:dipika kakkargstv news