Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Alia Bhatt won the hearts of the people by saying 'Namaskar...' on the BAFTA stage! The actress spoke in Hindi

BAFTAના મંચ પર Alia Bhattએ 'નમસ્કાર...' કહીને લોકોના દિલ જીતી લીધા! એક્ટ્રેસે સ્ટેજ પર હિન્દીમાં કરી વાત

Timeછેલ્લું અપડેટ : 23 Feb 2026
લાઇવ ટીવીGoogle News
BAFTAના મંચ પર Alia Bhattએ 'નમસ્કાર...' કહીને લોકોના દિલ જીતી લીધા! એક્ટ્રેસે સ્ટેજ પર હિન્દીમાં કરી વાત
સોર્સ : GSTV

આલિયા ભટ્ટ એટ બાફ્ટા એવોર્ડ: આલિયા ભટ્ટે બાફ્ટાના આંતરરાષ્ટ્રીય મંચ પર હિન્દી બોલીને દરેક ભારતીયને ગર્વ અપાવ્યો છે. આલિયાનો આ વીડિયો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. જાણો આલિયાએ હિન્દીમાં શું કહ્યું...

App Store

લંડનમાં બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સ એટલે કે બાફ્ટા (BAFTA) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અનેક દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી. આ દરમિયાન ભારતીય અભિનેત્રી આલિયા ભટ્ટ પણ આ એવોર્ડ ફંક્શનનો ભાગ બની હતી. આલિયા પ્રેઝન્ટર તરીકે આ કાર્યક્રમમાં સામેલ થઈ હતી. આલિયાનો રેડ કાર્પેટ લુક ખૂબ જ વાયરલ થયો હતો, પરંતુ અત્યારે સૌથી વધુ ચર્ચા બાફ્ટામાં આલિયાની હિન્દીની થઈ રહી છે. જ્યારે આલિયા એવોર્ડ આપવા માટે સ્ટેજ પર પહોંચી ત્યારે તેણે પોતાની સ્પીચની શરૂઆત હિન્દીમાં કરી હતી. આલિયાના આ અંદાજના હવે ખૂબ વખાણ થઈ રહ્યા છે.

આલિયાએ હિન્દીમાં કરી પોતાની સ્પીચની શરૂઆત

આલિયા ભટ્ટ બાફ્ટાના મંચ પર 'બેસ્ટ નોન-ઇંગ્લિશ ફિલ્મ' કેટેગરી રજૂ કરવા પહોંચી હતી. સ્ટેજ પર પહોંચતા જ હિન્દીમાં સ્પીચ શરૂ કરીને આલિયાએ સૌને ચોંકાવી દીધા હતા. જોકે, બાદમાં તેણે પોતાની હિન્દી લાઇનનો અર્થ પણ સમજાવ્યો હતો.

આલિયાએ સ્ટેજ પર આવતાની સાથે જ કહ્યું, "નમસ્કાર, આગામી એવોર્ડ એવી ફિલ્મ માટે છે, જે અંગ્રેજીમાં નથી." ત્યારબાદ અંગ્રેજીમાં વાત કરતા આલિયાએ કહ્યું, "તમે અત્યારે જ સબટાઈટલ તરફ ધ્યાન ન આપતા. હું હિન્દીમાં એ કહી રહી હતી કે આપણો આગામી એવોર્ડ એવી ફિલ્મ માટે છે જેની ભાષા અંગ્રેજી નથી. કારણ કે ફિલ્મો તો ઘણી બધી અલગ-અલગ ભાષાઓમાં વાત કરે છે, પરંતુ આપણે હંમેશા જેની પ્રશંસા કરીએ છીએ, તે છે 'સિનેમાની ભાષા'. તે ભાષા તો આપણે સૌ ખૂબ સારી રીતે સમજીએ છીએ અને બોલીએ છીએ." ત્યારબાદ આલિયાએ વિજેતાના નામની જાહેરાત કરી. આલિયાનો આ વીડિયો દરેક જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આલિયા દ્વારા ભારતીય સંસ્કૃતિને વિશ્વભરમાં ફેલાવવા બદલ તેની પ્રશંસા કરી રહ્યા છે.

આલિયાના રેડ કાર્પેટ લુકની પણ થઈ રહી છે ચર્ચા

બાફ્ટામાં બેસ્ટ નોન-ઇંગ્લિશ ફિલ્મનો એવોર્ડ ફિલ્મ 'સેન્ટિમેન્ટલ વેલ્યુ' ને મળ્યો હતો. આ ફિલ્મ આ વર્ષે ઓસ્કાર માટે પણ નોમિનેટ થયેલી છે. ચાહકોને આલિયાનો લુક પણ ખૂબ પસંદ આવ્યો છે. અભિનેત્રીએ ગુચી (Gucci)નું સિલ્વર ગાઉન પહેર્યું હતું, જેની સાથે તેણે સફેદ સ્ટોલ પણ કેરી કર્યો હતો. રેડ કાર્પેટ પર આલિયાનો જાદુ જોવા મળ્યો હતો.

બાફ્ટામાં સામેલ થનારી ત્રીજી ભારતીય અભિનેત્રી બની આલિયા

આલિયા ભટ્ટ બાફ્ટામાં પહોંચનારી ત્રીજી ભારતીય અભિનેત્રી બની ગઈ છે. તેના પહેલા પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ પણ બાફ્ટામાં એવોર્ડ રજૂ કરી ચૂકી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આલિયાની બે ફિલ્મો 'અલ્ફા' અને 'લવ એન્ડ વોર' આવવાની છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.