Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Alia Bhatt gets angry over rumours of rift with Ranbir Kapoor

Ranbir Kapoor સાથે અણબનાવની વાત પર Alia Bhatt ભડકી! ટ્રોલર્સને આપ્યો જવાબ

Timeછેલ્લું અપડેટ : 02 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ranbir Kapoor સાથે અણબનાવની વાત પર Alia Bhatt ભડકી! ટ્રોલર્સને આપ્યો જવાબ
સોર્સ : GSTV

મુંબઈ: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચે વિખવાદ થયો હોવાનો દાવો કેટલાક વાયરલ વિડીયોના આધારે કરાયો હતો. જોકે, આલિયાએ આ તમામ અફવાઓને હસી કાઢી છે. 

App Store

આલિયાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે માત્ર સાત સેકન્ડના  વિડીયોના આધારે સાત વર્ષનાં સંબંધનું માપ ન કાઢવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરનાં લગ્ન એપ્રિલ ૨૦૨૨માં થયાં હતાં. તે પહેલાં ત્રણ વર્ષથી તેઓ રિલેશનશિપમાં હતાં. 

કેટલાક વિડીયોમાં આલિયા અને રણબીરના હાવભાવના આધારે બંને વચ્ચે અણબનાવ હોવાની અટકળો લોકોએ લગાવી હતી. જોકે, આલિયાએ કહ્યું હતું કે ત્રણ સેકન્ડ કે સાત સેકન્ડના વિડીયોના આધારે લોકો કોમેન્ટ કરી રહ્યાં છે પરંતુ અમે તેનાં કરતાં અનેક ગણી ક્ષણોથી સાથે છીએ. આ બધા બકવાસથી અમને કોઈ ફરક પડતો નથી કારણ કે તેમાં કોઈ તથ્ય નથી. 

રણબીર અને આલિયા તેમના નવા બંગલોમાં થોડા સમય પહેલાં જ શિફ્ટ થઈ ચૂક્યાં છે.