મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સલમાન ખાનની 'રાધે'માં રજત બેદીનો થવાનો હતો કમબેક, રાતોરાત ભાઇજાને ફિલ્મમાંથી જ કરી દીધો બહાર!

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની વેબસિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'થી રજત બેદીએ ક

સલમાન ખાનની 'રાધે'માં રજત બેદીનો થવાનો હતો કમબેક, રાતોરાત ભાઇજાને ફિલ્મમાંથી જ કરી દીધો બહાર!

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની વેબસિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'થી રજત બેદીએ કમબેક કર્યું હતું. આ વેબસિરીઝમા રજત બેદીના રોલને લોકોએ પસંદ કર્યો હતો. ઘણા ઓછા લોકો જાણે છે કે રજત બેદીનો કમબેક સલમાન ખાનની ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ'થી થવાનો હતો. જ્યારે રજત બેદીને આ ફિલ્મની ઓફર આવી તો તેને તરત જ હાં કરી દીધી હતી. જોકે, સલમાન ખાને ખુદ રજત બેદીને આ ફિલ્મમાંથી બહાર કરી દીધો હતો.

રજત બેદી સલમાન ખાનની ફિલ્મમાંથી થયો હતો બહાર

રજત બેદીનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાયરલ થયો છે જેમાં તે કહે છે કે, રાધેની ઓફર મળતા જ મેં હા પાડી દીધી હતી. મુકેશ છાબરાની ઓફિસમાંથી ફોન આવ્યો હતો કે તમે રાધે માટે સિલેક્ટ થઇ ગયા છો. હું ખુશી સાથે ફિલ્મના રાઇટરને પણ મળ્યો હતો.રાધેથી મને લાગ્યું કે કમબેક વ્હીકલ મળી જશે.

રજત બેદીએ કહ્યું, 'ઘણો સારો પ્રોજેક્ટ હતો અને સલમાન ખાન સાથે કામ કરવાની બધાની ઇચ્છા હોય છે. સલમાન ખાન સાથે અમારા પારિવારિક સંબંધ છે.' રજતે જણાવ્યું કે તેના પિતા અને દાદા હંમેશાથી સલીમ ખાન અને તેમના પરિવારની ક્લોઝ રહ્યા છે. જોકે, જ્યારે સલમાન ખાનને મારી ખબર પડી તો તેમનો વિચાર એકદમ અલગ હતો.

રજત બેદીએ કહ્યું, 'ભાઇએ મને બોલાવ્યો.જ્યારે ભાઇને ખબર પડી કે રજત રોલ કરવાનો છે ત્યારે ભાઇએ કહ્યું, રજત તૂં થોડી રાહ જો. હું તને ખુદ એવો કમબેક વ્હીકલ આપીશ, જે રાધે કરતા સારો હશે. જ્યારે ભાઇએ મને કહ્યું તો હું ચુપ થઇ ગયો. ભાઇને કોણ ના પાડી શકે?.'

આ સમાચાર શેર કરો