Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Pushpa-2 breaks records of RRR and Jawan

થિયેટરમાં આવતા પહેલા જ 'પુષ્પા-2'એ તોડ્યો 'RRR' અને 'જવાન'નો રેકોર્ડ, એડવાન્સ બુકિંગમાં છાપ્યા કરોડો

Timeછેલ્લું અપડેટ : 26 Nov 2024
લાઇવ ટીવીGoogle News
થિયેટરમાં આવતા પહેલા જ 'પુષ્પા-2'એ તોડ્યો 'RRR' અને 'જવાન'નો રેકોર્ડ, એડવાન્સ બુકિંગમાં છાપ્યા કરોડો

'પુષ્પા-2'ને હવે થિયેટરમાં રિલીઝ થવામાં 8 દિવસ બાકી છે પરંતુ આ પહેલા જ તે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મ વિશ્વભરમાં એક શાનદાર રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ પહેલેથી જ યુએસમાં 'RRR' અને 'જવાન' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોથી શ્રેષ્ઠ પરફોર્મ કરી રહી છે. સોમવારે ટ્રેડ ટ્રેકર વેંકી બોક્સ ઓફિસે યુએસ પ્રીમિયર માટે ફિલ્મનું એડવાન્સ બુકિંગ કલેક્શન શેર કર્યું છે.

App Store

આ પણ વાંચો: 'કંગુવા' ટિકિટબારી પર ફલોપ જતાં સાઉથનો સૂર્યા આ રીતે કરશે ભરપાઈ, રજનીકાંત પણ કરી ચૂક્યો છે આ કામ

ટ્રેડ એનાલિસ્ટે એક્સ પર લખ્યુ, "#Pushpa2TheRule યુએસએ પ્રીમિયર એડવાન્સ સેલ્સ: $1,383,949 - 900 લોકેશન- 3420 શો - 50,008 ટિકિટ વેચાઈ. રવિવારે સાંજ સુધી જ્યારે રિલીઝમાં 10 દિવસ બાકી હતા ત્યારે 'પુષ્પા 2'એ યુએસમાં 50,000થી વધુ ટિકિટ વેચી હતી. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર અમેરિકામાં એડવાન્સ બુકિંગ કલેક્શન 1.458 મિલિયન ડોલર (લગભગ 12 કરોડ રૂપિયા) ને પાર કરી ગયું છે 'જે એક રેકોર્ડ છે.'

બિઝનેસ એનાલિસ્ટનું કહેવું છે કે ફિલ્મ નવ દિવસ પહેલા જ 1.5 મિલિયન ડોલરને પાર કરી જશે. તેનો અર્થ છે કે આ એસએસ રાજામૌલીની 'RRR' અને શાહરુખ ખાનની 'જવાન'થી આગળ નીકળી જશે જે તાજેતરના દિવસોમાં અમેરિકામાં બે સૌથી મોટી ભારતીય ફિલ્મો છે. 

બંને ફિલ્મોએ ઉત્તરી અમેરિકામાં 15 મિલિયન ડોલરથી વધુની કમાણી કરી અને ટોપ પાંચ સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોમાં સામેલ છે. 'પુષ્પા 2' શાહરૂખની 2023માં આવેલી બીજી બ્લોકબસ્ટર, 'પઠાણ'ની સ્પીડથી મેળ ખાઈ રહી છે અને અમેરિકામાં ભારત માટે ઓલ ટાઈમ રેકોર્ડ હોલ્ડર - 'બાહુબલી 2' (જેણે 20 મિલિયન ડોલર) થી પાછળ છે.

5 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે 'પુષ્પા 2'

સુકુમારના ડાયરેક્શનમાં બનેલી 'પુષ્પા 2: ધ રુલ' ડાયરેક્ટરની 2021ની પેન ઈન્ડિયા હિટ 'પુષ્પા: ધ રાઈઝ'ની સિક્વલ છે. આ ફિલ્મ જેને અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય ફિલ્મો પૈકીની એક માનવામાં આવે છે. તે 5 ડિસેમ્બરે થિયેટર રિલીઝ થવા માટે તૈયાર છે.