'બોલિવૂડ એક્ટરે દાઉદની પાર્ટીમાં કર્યો હતો ડાન્સ'; પોલીસ અધિકારીનો ખુલાસો
1990ના દાયકામાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર અંડરવર્લ્ડનો કબ્જો હતો. દાઉદ ઇબ્રાહિમ,અબુ સલેમ જેવા

1990ના દાયકામાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર અંડરવર્લ્ડનો કબ્જો હતો. દાઉદ ઇબ્રાહિમ,અબુ સલેમ જેવા ડૉન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કંટ્રોલ કરતા હતા. ફિલ્મ મેકર્સ,સિંગર્સ અને એક્ટર્સ તેમના ઇશારા પર કામ કરવા મજબૂર હતા. તે સમયે સત્યા અને કંપની જેવી કેટલીક ફિલ્મ પણ અંડરવર્લ્ડની દુનિયા પર બની હતી. તે સમયના ટોપ પોલીસ અધિકારી ડી.શિવાનંદને ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ પણ અંડરવર્લ્ડના પૈસાથી બનાવવામાં આવી હતી.
અંડરવર્લ્ડના પૈસાથી બની હતી સત્યા-ડી કંપની જેવી ફિલ્મ
પોલીસ અધિકારી શિવાનંદન જે 1998થી 2001 સુધી મુંબઇના જોઇન્ટ સીપી ક્રાઇમ હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સત્યા, કંપની,ડૈડી, શૂટઆઉટ એટ વડાલા અને શૂટઆઉટ એટ લોખંડવાલા જેવી ફિલ્મ ગેન્ગસ્ટર્સની ઇમેજને સારી બતાવવા માટે બનાવવામાં આવી હતી.આ ફિલ્મને તેમણે જ ફંડ કર્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે 1970ના દાયકાની કેટલીક ફિલ્મ દીવાર અને મુકદ્દર કા સિકન્દર પણ 'અંડરવર્લ્ડના પૈસાથી બની હતી.' 1990ના દાયકાની વાત કરતા શિવાનંદને કહ્યું કે ફિલ્મ અંડરવર્લ્ડથી ફંડ થતી હતી, માટે તેના પર પુરો કંટ્રોલ તેમનો જ હતો.
સેલેબ્સને દુબઇ બોલાવવામાં આવતા હતા
શિવાનંદને જણાવ્યુ, 'દાઉદ ઇબ્રાહિમ કોઇ પણ ફિલ્મ એક્ટ્રેસને દુબઇ બોલાવતો હતો અને તેમણે ભેટ આપતો હતો.' એક કિસ્સો યાદ કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે, 'એક ટોપ એક્ટર અને 83 સિંગર્સ અને સેલેબ્સ'ને દુબઇ જતા જોયા છે, જે દાઉદ ઇબ્રાહિમની દીકરી માટે શો કરવા ગયા હતા.
શિવાનંદને જણાવ્યુ કે તે સમયે એક્ટર્સ એટલા ડરી ગયા હતા કે તે ના કહી શકતા નહતા અને પોલીસ પાસે તેમણે સુરક્ષા આપવાની કોઇ રીત નહતી તેમની પાસે ઇનકાર કરવાનો કોઇ ઓપ્શન નહતો.
ગોવિંદાએ કર્યો હતો ડૉનની પાર્ટીમાં ડાન્સ
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે ગોવિંદાએ ખુદ સ્વીકાર કર્યો હતો, "અમે શું કરીયે? જઇને નાચીને આવ્યા છીએ." ફિલ્મ મેકર્સ જાન ગુમાવવાના ડરમાં જીવી રહ્યા હતા અને તેમણે લાગતું હતું કે જો તેમણે વાત ના માની તો મારી નાખવામાં આવશે. શિવાનંદને કહ્યું- ગુલશન કુમાર યાદ છે? ટી-સિરીઝના ફાઉન્ડર ગુલશન કુમારની ધોળે દહાડે હત્યા કરવામાં આવી હતી અને તેની પાછળ પણ અંડરવર્લ્ડનો હાથ હતો.
શિવાનંદને જણાવ્યુ કે તે સમયે ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીને ઇન્ડ્રસ્ટ્રીનો દરજ્જો મળ્યો નહતો માટે પ્રોડ્યૂસર ફંડ માટે અંડરવર્લ્ડ પાસે જતા હતા, જે 60-80% વ્યાજ પર પૈસા આપતા હતા. પોલીસ અધિકારીએ કહ્યું- જો કોઇ પૈસા પરત ના કરે તો તેમના માટે નરકનો દરવાજો ખુલ્લી જતો હતો. પોલીસની કાર્યવાહી બાદ જ સ્થિતિ બદલાઇ.








