Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Now Rashmika's new ring has caught everyone's attention

હવે રશ્મિકાની આ નવી રિંગે ખેચ્યું સૌનું ધ્યાન, ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયો પર ચાહકોની કમેન્ટ

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2025
લાઇવ ટીવીGoogle News
હવે રશ્મિકાની આ નવી રિંગે ખેચ્યું સૌનું ધ્યાન, ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયો પર ચાહકોની કમેન્ટ
સોર્સ : GSTV

મનોરંજન જગતની ફેમસ જોડી છે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા. લાંબા સમયથી તેમની સગાઈની અટકળો ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, 3 ઑક્ટોબરે હૈદરાબાદમાં રશ્મિકા અને વિજયના પરિવાર અને તેમના નજીકના મિત્રોની હાજરીમાં આ સગાઈ સમારંભ યોજાયો હતો. જો કે, સગાઈની તસવીરો કે વીડિયો સામે આવ્યા નથી, પણ હવે રશ્મિકાના હાથમાં દેખાતી રિંગે સૌનું ધ્યાન ખેંચી લીધું છે.

App Store

રશ્મિકાની રિંગે ખેચ્યું બધાનું ધ્યાન

રશ્મિકાએ તાજેતરમાં પોતાના પેટ ડૉગ ‘ઑરા’ સાથેનો એક ક્યૂટ વીડિયો શેર કર્યો હતો. જેમાં ચાહકોની નજર સૌથી પહેલા તેના હાથમાં ચમકતી ડાયમંડ રિંગ પર પડી. આ વીડિયો વાઇરલ થતાં જ ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું 'OMG! કેટલી સુંદર રિંગ!' તો કોઈએ કહ્યું, 'ફાઇનલી, રિંગ તો દેખાઈ ગઈ.' જોકે રશ્મિકાએ રિંગ વિશે સીધું કંઈ કહ્યું નથી, પરંતુ તેની સ્માઇલ અને તે રિંગે બધું કહી દીધું. બીજી તરફ થોડા દિવસો પહેલાં વિજય દેવરકોંડાના હાથની આંગળીમાં રિંગ જોવા મળી હતી, જેના કારણે બંનેની સગાઈની અફવાઓ વધુ વાઇરલ થઈ રહી છે.

રશ્મિકા-વિજયનો સંબંધ સાત વર્ષ જૂનો

રશ્મિકા અને વિજયની પહેલી મુલાકાત ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ના સેટ પર થઈ હતી. આ ફિલ્મ હિટ રહી હતી. આ ફિલ્મથી તેમની વચ્ચે ગાઢ મિત્રતાની શરૂઆત થઈ. ત્યારબાદ ‘ડિયર કોમરેડ'માં તેમની ઑનસ્ક્રીન કેમિસ્ટ્રીને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. વર્ષોથી બંનેને સાથે જોવામાં આવ્યા છે, પરંતુ બંનેએ હંમેશા પોતાના સંબંધને 'મિત્રતા' તરીકે જ ગણાવ્યો છે. હવે લગભગ સાત વર્ષ બાદ આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ છે. સૂત્રો મુજબ, બંને ફેબ્રુઆરી 2026માં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે અને તેની તૈયારીઓ હૈદરાબાદ તથા બેંગલુરુમાં શરૂ થઈ ગઈ છે.