કરવા ચોથ પર સોનાક્ષી સિંહાએ પતિ સાથેની મસ્જિદની તસવીરો શેર કરી, ભારે ટ્રોલ થઈ

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ મુસ્લિમ અભિનેતા ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી તે ઘણીવાર ટ્રોલનો શિકાર બની છે. ગઈ કાલે 10 ઓક્ટોબરના રોજ કરવા ચોથના તહેવારના દિવસે પણ તે ટ્રોલ થઈ હતી. વાત એમ છે કે, સોનાક્ષીએ કરવા ચોથના દિવસે તેના પતિ સાથે એક મસ્જિદના ફોટા શેર કર્યા હતા, જેનાથી તેના ચાહકો ગુસ્સે થયા હતા.
સોનાક્ષી કરવા ચોથ પર ખૂબ જ ટ્રોલ થઈ
આ તસવીરોમાં સોનાક્ષી સિંહા તેના પતિ ઝહીર ઇકબાલ સાથે અબુ ધાબીની પ્રખ્યાત શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદમાં જોવા મળી છે. સોનાક્ષીએ આમાં લીલા રંગના શેડનો ડ્રેસ પહેર્યો છે. સાથે સોનાક્ષીએ માથે દુપટ્ટો પણ ઓઢ્યો છે. ફોટા શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતુ કે, "અબુ ધાબીમાં થોડી શાંતિ મળી." સોનાક્ષીએ કરવા ચોથ પર આ પોસ્ટ કરતા સોશિયલ મીડિયાના યુઝર્સ ખુશ નથી. ઘણા યુઝર્સે કરવા ચોથ પર મસ્જિદની મુલાકાત લેવા બદલ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
યુઝર્સે અભિનેત્રીની ટીકા કરી
સોનાક્ષીના ફોટા પર કમેન્ટ કરતા, એક યુઝરે લખ્યું, "કરવા ચોથ કરી રહી છો કે હજ પર ગઈ છો?" બીજાએ કહ્યું, "દીપિકા પાદુકોણે શું ઓછું કર્યું હતુ જે હવે તું પહોંચી ગઈ છો." ત્રીજાએ લખ્યું, "આ પણ મુસ્લિમ બની ગઈ છે." અન્ય એક એ લખ્યું કે, "સોનાક્ષી સિંહા નહીં, સોના અલી..."

