Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Kantara Chapter-1: This film has joined the 500 crore club

કાંતારા ચેપ્ટર-1: 500 કરોડ ક્લબમાં સામેલ થઈ આ ફિલ્મ, વિશ્વભરમાં મચાવી રહી છે ધૂમ

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2025
લાઇવ ટીવીGoogle News
કાંતારા ચેપ્ટર-1: 500 કરોડ ક્લબમાં સામેલ થઈ આ ફિલ્મ, વિશ્વભરમાં મચાવી રહી છે ધૂમ
સોર્સ : GSTV

સાઉથના સુપરસ્ટાર રિષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર-1એ દુનિયાભરમાં ધૂમ મચાવી દીધી છે. સિનેમાઘરોમાં આ ફિલ્મને રિલીઝ થયાને હજી ફક્ત 9 દિવસ જ થયા છે, છતાં પણ આ ફિલ્મનો ક્રેઝ જોવા જેવો છે. આ ફિલ્મની વાર્તા, એક્શન અને ગીતોએ દર્શકોને ઘણા પ્રભાવિત કર્યા છે. કરવા ચૌથ પર થયેલ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને કારણે ફિલ્મે વર્લ્ડવાઇડ 500 કરોડ અને ભારતમાં 350 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

App Store

500 કરોડની ધમાકેદાક કમાણી

એક રિપોર્ટ પ્રમાણે કાંતારા ચેપ્ટર-1એ માત્ર 9 દિવસમાં જ વર્લ્ડવાઇડ 500 કરોડનો મોટો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મને કર્ણાટકા, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. પહેલા દિવસની કમાણી 61.85 કરોડ રૂપિયાની સાથે આ ફિલ્મે ધમાકેદાર શરૂઆત કરી હતી.

બીજા દિવસે ફિલ્મે 45.4 કરોડ, ત્રીજા દિવસે 55 અને ચોથા દિવસે  63 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પાંચમાં દિવસે ફિલ્મની કમાણી  31.5 કરોડ અને છઠ્ઠા દિવસે 34.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સાતમાં દિવસે ફિલ્મે 25.25 કરોડ અને આઠમાં દિવસે 21.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ  કુલ 337.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નવમા દિવસે ફિલ્મે 22 કરોડ રૂપિયાની કમાણી કરી એટલે અત્યાર સુધી ભારતમાં તેનું કુલ 359.40 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે.

‘કુલી’ અને ‘વૉર 2’ને પછાડી 

રિષભ શેટ્ટીની ‘કાંતારા’ ફિલ્મનું બજેટ માત્ર 16 કરોડનું હતું અને આ ફિલ્મે માત્ર એક મહિનામાં 188 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.ત્યારે વર્લ્ડવાઇડ ફિલ્મે 400-450 કરોડ કમાણી કરી હતી. બીજી તરફ કાંતારા ચેપ્ટર-1એ ફક્ત 9 દિવસમાં જ કુલી અને વૉર જેવી મોટી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. જણાવી દઈએ કે ફિલ્મ કૂલીએ 518 કરોડ અને 'વૉર 2' એ 475 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.