Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : After a temporary title, Priyanka and Mahesh Babu's film now has this title

પહેલા કામચલાઉ પછી હવે પ્રિયંકા અને મહેશબાબુની ફિલ્મને મળ્યું આ ટાઈટલ

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2025
લાઇવ ટીવીGoogle News
પહેલા કામચલાઉ પછી હવે પ્રિયંકા અને મહેશબાબુની ફિલ્મને મળ્યું આ ટાઈટલ
સોર્સ : GSTV

આવનારા દિવસોમાં ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને સાઉથ સુપરસ્ટાર મહેશબાબુ એકસાથે એક ફિલ્મમાં જોવા મળશે. અત્યાર સુધી આ ફિલ્મને ટાઈટલ મળ્યું ન હતુ. કહેવામાં આવી રહ્યું છે કે, પહેલા એસએસએમબી 29 એવું કામચલાઉ ટાઈટલ અપાયું હતું. હવે આ ફિલ્મને 'વારાણસી' ટાઈટલ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી આ ફિલ્મને 'એસએસએમબી 29' અને 'જેન 63' જેવા ટાઈટલ આપવા માટે વિચારણા થઈ હતી.

App Store

એસ એસ રાજામૌલી બનાવી રહ્યા છે આ ફિલ્મ

એસ એસ રાજામૌલી દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વારાણસીનું બેકગ્રાઉન્ડ હોવાથી આ ટાઈટલ અપાયું છે. શૂૂટિંગ માટે હૈદરાબાદમાં જ વારાણસી શહેરનો ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો છે. 

મહેશબાબુ સાથે ડાન્સ કરશે દેશી ગર્લ 

આ ફિલ્મમાં પ્રિયંકા અને મહેશબાબુ પર બે ડાન્સ સોંગ પણ કોર્યોગ્રાફ કરવામાં આવશે. થોડા સમય પહેલાં મહેશબાબુ અને પ્રિયંકા ફિલ્મનાં શૂટિંગ માટે આફ્રિકા પહોંચ્યાં હતાં. જ્યાંથી પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો ઝલક સ્વરૂપે શેર કરી હતી.