અમદાવાદમાં આજે ફિલ્મફેર: સવારથી સ્ટાર્સનો જમાવડો, અક્ષયે હાટકેશ્વર મંદિરે શીશ નમાવ્યું
આજે અમદાવાદમાં 70મા ફિલ્મફેર એવોર્ડની સેરેમની યોજાવા જઈ રહી છે, ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ એરપોર્ટ પર બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે રાતે ફિલ્મફેરની નાઈટ જામશે, જેમાં સામેલ થવા ઘણા સ્ટાર્સ અમદાવાદ પહોંચી ગયા છે અને હજી ઘણા પહોંચી રહ્યા છે. કલાકારોમાં કાજોલ, અનુપમ ખેર, બબીતા (મુનમુન દત્તા), બોની કપૂર સહિત અનેક સ્ટાર્સ સામેલ છે, જે આજે સવારે અમદાવાદ પહોંચી ગયા છે. ખાસ તો એ કે આજની નાઈટમાં શાહરુખ ખાન 17 વર્ષ પછી શો હોસ્ટ કરતો જોવા મળશે.
ફિલ્મજગતનો સૌથી પ્રતિષ્ઠિત 70મો ફિલ્મફેર એવોર્ડ અમદાવાદમાં
આ એવોર્ડ શો આજે 11 ઓક્ટોબરના રોજ અમદાવાદના એક્કા ક્લબ ખાતે આવેલા ટ્રાન્સટેડિયામાં યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નેતાઓ પણ હાજર રહેશે. આ પહેલા બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર ગઈ કાલે જ અમદાવાદ આવ્યો હતો અને આજે તે વડનગર પહોંચ્યો હતો.
મોદીના વડનગરમાં પહોંચ્યો ખેલાડી કુમાર
આજે અક્ષય ક઼ુમારે PM મોદીના વડનગરમાં પહોંચી હાટકેશ્વર મંદિરે શીશ નમાવ્યું હતુ. ઉપરાંત આરક્યોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. સાથે તે પ્રેરણા સ્કૂલે પણ પહોંચ્યો હતા. આ ઐતિહાસિક વડનગરની મુલાકાત લઈ અક્ષયકુમાર ગદગદ થઈ ગયો હતો.
હાટકેશ્વર મંદિરે દર્શન બાદ અક્ષય કુમારનું નિવેદન
અક્ષયે હાટકેશ્વર મંદિરે દર્શન કર્યા બાદ જણાવ્યું કે, હાટકેશ્વર મંદિરમાં શાંત ચિતે સાંભળો તો ઓમ સંભળાય છે. કહ્યું કે, સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી આનંદ થયો. તેણે જણાવ્યું કે, વડનગરમાં પ્રથમવાર આવ્યો છું આનંદ થયો છે. વડનગરનો ઇતિહાસ જાણી આનંદ થયો. એવોર્ડ નાઇટ માટે આવ્યો હતો અને વડનગર પહોંચ્યો છું.

