મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ત્રણ દશક કરતા વધુ સમય જૂની સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ '100 ડેઝ'ની બની વેબ સીરીઝ, ટૂંક સમયમાં થશે રિલીઝ

ડિજીટલ યુગમાં વેબ સીરીઝનો જમાનો ચાલી રહ

ત્રણ દશક કરતા વધુ સમય જૂની સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ '100 ડેઝ'ની બની વેબ સીરીઝ, ટૂંક સમયમાં થશે રિલીઝ

ડિજીટલ યુગમાં વેબ સીરીઝનો જમાનો ચાલી રહ્યો છે, ત્યારે માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની 34 વરસ પહેલાની સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ '100 ડેઝ'ને વેબ સીરીઝમાં ફેરવવામાં આવી છે. જેનું શૂટિંગ પુરુ થઇ ગયું છે. અને થોડા સમયમાં તેને રિલીઝ કરવામાં આવશે.

નિર્માતા જય મહેતાએ જણાવ્યું હતું કે, આધુનિક સમય અને દર્શકોને ધ્યાનમાં રાખીને ફિલ્મની વાર્તામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તેને નવા અંદાજમાં એક હોરર વેબ-શો તરીકે દર્શાવવામાં આવશે.

જય મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, આ વેબ સીરીઝ ડર અને સસ્પેન્સનું મિશ્રણ છે જે દર્શકોને વાર્તા સાથે જકડી રાખશે. આ વેબ સીરીઝને શોર્ટ એપિસોડ તરીકે દર્શાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 1991ની 100 ડેઝ 1984ની તમિલ ફિલ્મ નૂરવજી નાલની રીમેક હતી. જેમાં એક એવી મહિલાની વાત હતી, જેને ભવિષ્યમાં હત્યા થવાની ઝલક દેખાતી હતી. એ સમયે આ વાર્તા પોતાના સસ્પેન્સના કારણે હિટ થઇ હતી. 

આ સમાચાર શેર કરો