મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

કપિલ શર્માને ધમકી આપનાર શખ્સ બંગાળથી ઝડપાયો, એક કરોડની ખંડણી માગી હતી

જાણીતા કોમેડિયન અને એક્ટર કપિલ શર્માને ધમકી આપનાર શખ્સને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળના 24 પરગણાથ

કપિલ શર્માને ધમકી આપનાર શખ્સ બંગાળથી ઝડપાયો, એક કરોડની ખંડણી માગી હતી

જાણીતા કોમેડિયન અને એક્ટર કપિલ શર્માને ધમકી આપનાર શખ્સને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળના 24 પરગણાથી ધરપકડ કરી છે. આરોપીની ઓળખ દિલીપ ચૌધરી તરીકે થઇ છે. પોલીસ અનુસાર, દિલીપ ચૌધરીએ કપિલ શર્માને મેઇલ કરી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. આટલું જ નહીં, તેને ખુદને ગેન્ગસ્ટર ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા ગેન્ગ સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું હતું.

મહત્ત્વપૂર્ણ છે કે મુંબઇ પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું આરોપી, ગેન્ગસ્ટર ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા ગેન્ગ સાથે જોડાયેલો છે કે નથી. ધરપકડ બાદ તેની પૂછપરછ ચાલી રહી છે.

બે વખત કેફે પર થયું ફાયરિંગ

મહત્ત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં કપિલ શર્માના કેનેડા સ્થિત કેફે પર બે વખત ફાયરિંગની ઘટના બની ચુકી છે. આ સિવાય કોમેડિયનને ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ તરફથી ખુલ્લેઆમ ધમકી પણ મળતી રહે છે.

કેનેડા સ્થિત કપિલ શર્માના કેફે પર પ્રથમ વખત ફાયરિંગની જવાબદારી ખાલિસ્તાની આતંકી હરજીત સિંહ લાડીએ લીધી હતી. બીજી વખત ફાયરિંગની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેન્ગે લીધી હતી. હવે આ ધમકી અને હુમલાઓએ કોમેડિયનની સુરક્ષાને લઇને ચિંતા ઉભી કરી છે જેને કારણે મુંબઇ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી છે.

1 કરોડની ખંડણી માંગી હતી

તાજેતરમાં કોમેડિયન કપિલ શર્મા પાસે ખુદને બિશ્નોઇ ગેન્ગનો સભ્ય ગણાવીને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.આ ખંડણી મેઇલ દ્વારા માંગવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં બંગાળથી આરોપી દિલીપ ચૌધરીને ઝડપી પાડ્યો છે.

આ સમાચાર શેર કરો