Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Mallika Sherawat arrives at the White House in America for Christmas dinner

Photo: અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ક્રિસમસ ડિનર માટે પહોંચી મલ્લિકા શેરાવત, ફેન્સે કહ્યું-"આમંત્રણ કેવી રીતે મળ્યું?"

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Photo: અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ક્રિસમસ ડિનર માટે પહોંચી મલ્લિકા શેરાવત, ફેન્સે કહ્યું-"આમંત્રણ કેવી રીતે મળ્યું?"
સોર્સ : GSTV

મુંબઇ : મલ્લિકા શેરાવત વ્હાઈટ હાઉસમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયોજિત ક્રિસમસ ડિનરમાં પહોંચતાં ચાહકોને નવાઈ લાગી છે. મલ્લિકાએ આ ડીનરના ફોટા શેર કર્યા હતા. તેણે શેર કરેલા વિડીયોમાં  ટ્રમ્પને મહેમાનોને સંબોધતા પણ જોઈ શકાય છે. 

App Store

મલ્લિકાએ ડીનરનું ઈન્વાઈટ પણ શેર કર્યું હતું.  

મલ્લિકાએ આ ડીનરને પોતાનો અવિસ્મરણીય અનુભવ ગણાવ્યો હતો. સ્લિપ પિંક ડ્રેસમાં સજ્જ મલ્લિકાના ફોટા પર અનેક કોમેન્ટ આવી રહી છે. આ ડીનરમાં  વિભિન્ન ક્ષેત્રોની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને જ આમંત્રિત કરવામાં આવે છે.

મલ્લિકાને આ આમંત્રણ કઇ રીતે મળ્યું તેવા સવાલોનો લોકોએ મારો ચલાવ્યો હતો પરંતુ મલ્લિકાએ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. 

મલ્લિકાની પોસ્ટ પર ફેન્સનું રિએક્શન

જ્યાં ઘણા ચાહકોએ અભિનેત્રીને અભિનંદન આપ્યા, તો કેટલાક લોકો આટલી ખાસ ઇવેન્ટમાં તેની હાજરીથી આશ્ચર્યચકિત પણ થયા હતા. એક કમેન્ટમાં લખ્યું હતું કે, 'અભિનંદન! તમને ઇન્વિટેશન કેવી રીતે મળ્યું? મારે જાણવાની ઉત્સુકતા છે'. બીજા એક યુઝરે લખ્યું- 'દેખાડો...'. મિશ્ર પ્રતિસાદોની વચ્ચે, ઘણા લોકોએ તેને પ્રોત્સાહન પણ આપ્યું હતું. એક ચાહકે કમેન્ટ કરી કે - 'ખૂબ સરસ ગર્લ! એ જાણીને આનંદ થયો કે તું આગળ વધી રહી છે'.

વ્હાઇટ હાઉસ ક્રિસમસ ડિનર એક જૂની પરંપરા છે, જેને દર ડિસેમ્બરમાં અમેરિકી રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ ફેમિલી દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, આ સેલિબ્રેશન એક નાનકડા ફેમિલી ગેધરિંગથી વધીને અનેક મોટી ઇવેન્ટ્સની શ્રેણી બની ગયું છે, જેમાં શાનદાર સજાવટ, થીમ આધારિત ડિસ્પ્લે અને સ્ટાફ મેમ્બર્સ, મહાનુભાવો તેમજ ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવે છે.