કરીના કપૂરે યાદ કર્યો 2025નો સૌથી ખરાબ સમય, નવા વર્ષની પોસ્ટમાં કહ્યું-"અમે ખૂબ રડ્યા"
વર્ષ 2025 કરીના કપૂર માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું. એક એવી મોટી ઘટના બની જેણે કરીના અને તેના પરિવારને હચમચાવી

વર્ષ 2025 કરીના કપૂર માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું. એક એવી મોટી ઘટના બની જેણે કરીના અને તેના પરિવારને હચમચાવી દીધો હતો. કરીના કપૂર ખાને નવા વર્ષનું સ્વાગત કર્યું છે, પરંતુ 2025ને ખાસ વિદાય આપતા તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે વીતેલા વર્ષના સૌથી મોટા પાઠને યાદ કર્યો છે.
કરીના માટે મુશ્કેલ રહ્યું 2025
કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સૈફ અલી ખાન સાથે એક તસવીર શેર કરી છે જેમાં બંને એકબીજા સાથે પોઝ આપી રહ્યા છે. પોસ્ટની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, "જેમ કે અમે બેસીને એ વાત પર વિચારીએ છીએ કે અમે વર્ષના છેલ્લા દિવસ સુધી પહોંચી ગયા છીએ. અમે આટલા દૂર સુધી આવ્યા છીએ. 2025 અમારા, અમારા બાળકો અને અમારા પરિવારો માટે એક મુશ્કેલ વર્ષ રહ્યું છે, પરંતુ અમે માથું ઊંચું રાખીને, હસતા રહીને અને હિંમત જાળવી રાખીને આ સમયમાંથી પસાર થયા છીએ. અમે ખૂબ રડ્યા, અમે પ્રાર્થના કરી અને હવે અમે અહીં છીએ."
વીતેલા વર્ષે કરીનાને આ શીખ આપી
કરીના કપૂરે આગળ લખ્યું, "2025 એ અમને શીખવ્યું કે મનુષ્યનો સ્વભાવ નિડર હોય છે, પ્રેમ દરેક વસ્તુ પર વિજય મેળવશે અને બાળકો આપણી કલ્પના કરતા પણ વધારે બહાદુર હોય છે. અમે અમારા ફેન્સ, અમારા મિત્રો અને એ તમામ લોકોનો આભાર માનવા માંગીએ છીએ જેઓ અમારી સાથે ઉભા રહ્યા, અમને સાથ આપતા રહ્યા અને સૌથી વધુ સર્વશક્તિમાન ભગવાનનો."
કરીના કપૂરે જોશ સાથે કરી નવા વર્ષની શરૂઆત
કરીના કપૂરે એનર્જી અને પોઝિટિવિટી સાથે નવા વર્ષની શરૂઆત કરતા કહ્યું, "અમે 2026માં નવા જોશ, ઘણી બધી કૃતજ્ઞતા, પોઝિટિવિટી અને જે કામ અમે સૌથી શ્રેષ્ઠ કરીએ છીએ, એટલે કે ફિલ્મો, તેના માટે ક્યારેય ન પૂરા થનારા જુસ્સા સાથે ડગ માંડી રહ્યા છીએ. જેમ કે હું હંમેશા કહું છું, "હંમેશા સકારાત્મક રહો. સૌને નવા વર્ષની શુભકામનાઓ."






