મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

જનાઈએ ક્રિકેટર સિરાજને બાંધી રાખડી, ડેટિંગ અફવાનો આવ્યો અંત

થોડા સમય પહેલા સિરાજ અને આશા ભોંસલેની પૌત્રી જનાઈ બંને લાઇમલાઇટમાં જોવા મળ્યા હતા. બંનેની એક તસવીર વાયરલ થયા બાદ બંનેની

જનાઈએ ક્રિકેટર સિરાજને બાંધી રાખડી, ડેટિંગ અફવાનો આવ્યો અંત

થોડા સમય પહેલા સિરાજ અને આશા ભોંસલેની પૌત્રી જનાઈ બંને લાઇમલાઇટમાં જોવા મળ્યા હતા. બંનેની એક તસવીર વાયરલ થયા બાદ બંનેની ડેટિંગની અફવાએ જોર પકડ્યુ હતું.  જોકે, જનાઈએ ઘણી વખત તેના પર સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, સિરાજ મારો ભાઈ છે. તેણે તાજેતરમાં જ ક્રિકેટર માટે એક સ્પેશિયલ પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેણે સિરાજને ભાઈ ગણાવ્યો હતો. ઈંગ્લેન્ડમાં સિરાજના મેચ વિનિંગ પરફોર્મન્સથી જનાઈ ખૂબ જ ખુશ થઈ હતી. 

ડેટિંગની ચર્ચાઓ વચ્ચે જનાઈએ સિરાજને બાંધી રાખડી

હવે જનાઈએ રક્ષાબંધનના અવસર પર આખી દુનિયાને જણાવી દીધું છે કે, સિરાજ માત્ર તેનો ભાઈ જ છે. તેણે ક્રિકેટરને રાખડી બાંધી છે અને તેને વિડિયો પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જનાઈએ સિરાજને રાખડી બાંધતો વિડિયો શેર કર્યો છે. તેમાં કેપ્શનમાં લખ્યું કે, સિરાજ હજારોમાં એક છે.     

Source : instagram zanaibhosleand mohammedsirajofficial

ડેટિંગની તમામ અફવાઓને નકારી કાઢી

રાખડીની સાથે-સાથે જનાઈએ સિરાજને એક બ્રેસલેટ પણ ગિફ્ટ કર્યું, જેને ક્રિકેટરે ખૂબ જ પ્રેમથી પહેર્યું. જનાઈએ સિરાજ સાથે પોતાના ભાઈ-બહેન વાળા સબંધને શેર કરીને ડેટિંગની તમામ અફવાઓને નકારી કાઢી છે. 

આ સમાચાર શેર કરો