Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : In Kiara's bold chemistry discussion with Yash, fans trolled Sidharth Malhotra!

યશ સાથે કિયારાની બોલ્ડ કેમિસ્ટ્રી ચર્ચામાં, ફેન્સે સિદ્ધાર્થ મલ્હોત્રાને કર્યો ટ્રોલ!

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
યશ સાથે કિયારાની બોલ્ડ કેમિસ્ટ્રી ચર્ચામાં, ફેન્સે સિદ્ધાર્થ મલ્હોત્રાને કર્યો ટ્રોલ!
સોર્સ : gstv

યશ અને કિયારા અડવાણીની કેમિસ્ટ્રી ફિલ્મ ટોક્સિક: એ ફેરી ટેલ ફોર એડલ્ટ્સમાં વખણાઇ છે પણ ઘણાં દર્શકોએ કિયારાના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાને ટ્રોલ કરી મહિલાવિરોધી ટિપ્પણી કરી હતી.

App Store

કિયારાના પતિ સિદ્ધાર્થે સોશ્યલ મિડિયા પર એક જાહેરાતની રીલ રજૂ કરી હતી. જેના કોમેન્ટ સેક્શનમાં દર્શકોએ યશ અને કિયારાના જીઆઇએફ પોસ્ટ કરી અણછાજતી કોમેન્ટ પાસ કરી હતી. એક દર્શકે જણાવ્યું હતું કે આપ કેવા પતિ છો, આ ફિલ્મ કેવી રીતે બનવા દીધી? બીજા એક જણે દાઢમાંથી જણાવ્યું હતું કે હવે તો ડાઇવોર્સ જ એકમાત્ર વિકલ્પ છે. જ્યારે બીજાએ દયા ખાતા જણાવ્યું કે બેચારા કા કુછ દિન બાદ ડાઇવોર્સ હોનેવાલા હૈ.

ટોક્સિક ફિલ્મનું ટીઝર અને ટ્રેલર રજૂ થયું ત્યારથી કિયારાની તેના સીન બદલ આકરી ટીકાઓ થઇ રહી છે. રસપ્રદ બાબત એ છે કે યશની પત્ની રાધિકા પંડિત ની પોસ્ટ પર આવી કોઇ ટિપ્પણીઓ થઇ રહી નથી. જાણકારોના મતે પિતૃસત્તાક પરિવારપ્રથાને કારણે મહિલાઓના ચારિત્ર્યની તપાસ કરવામાં આવે છે જ્યારે પુરૂષનું ગૌરવગાન કરવામાં આવે છે. પુરૂષ બોલ્ડ સીન કરે તો ચાલે પણ નારી કરે તો ન ચાલે તેવું વલણ ભારતમાં પ્રચલિત છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News