Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : For the first time in a Muslim country, a Muslim actor received this honor, Shahrukh Khan achieved this achievement

મુસ્લિમ દેશમાં પ્રથમ વખત કોઈ મુસ્લિમ અભિનેતાને મળ્યું આ સન્માન, શાહરૂખ ખાને મેળવી આ સિદ્ધિ

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
મુસ્લિમ દેશમાં પ્રથમ વખત કોઈ મુસ્લિમ અભિનેતાને મળ્યું આ સન્માન, શાહરૂખ ખાને મેળવી આ સિદ્ધિ
સોર્સ : GSTV

બોલિવૂડના 'બાદશાહ' શાહરુખ ખાનની લોકપ્રિયતા આરબ દેશોમાં ઘણી છે. તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. શાહરુખના નામ પર દુબઈમાં અરબો રૂપિયાના ખર્ચે એક ભવ્ય ટાવર તૈયાર થવા જઈ રહ્યો છે, જે વિશ્વભરના ચાહકો તરફથી તેને મળેલા અપાર પ્રેમને દર્શાવે છે.

App Store

શાહરુખના નામ પર દુબઈમાં બનશે ટાવર

શુક્રવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં શાહરુખ ખાન હાજર રહ્યો હતો. આ ઇવેન્ટમાં તેણે પોતાના નામ પર બની રહેલા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું.  દુબઈમાં શાહરુખ ખાનની લોકપ્રિયતા પહેલેથી જ વધુ છે અને ત્યાંની જનતા તરફથી તેને અપાર પ્રેમ મળે છે. 

પોતાના નામ પર બની રહેલા આ ટાવર વિશે સુપરસ્ટાર ભાવુક થઈ ગયો હતો અને ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, 'જો મારી માતા આજે જીવિત હોત, તો તેઓ ખૂબ જ ખુશ થાત. આ ખરેખર બહુ મોટું સન્માન છે. જ્યારે મારા બાળકો અહીં આવશે, ત્યારે હું તેમને ગર્વથી બતાવીશ કે, જુઓ, આ પપ્પાના નામની બિલ્ડિંગ છે, તેના પર પપ્પાનું નામ લખેલું છે.'

પ્રોપર્ટીનું મૂલ્ય 4000  કરોડ રૂપિયા

શાહરુખ ખાનના નામ પર બની રહેલો ટાવર એક કોમર્શિયલ ટાવર છે, જેનું બાંધકામ 2029 સુધીમાં પૂર્ણ થઈ શેક છે. આ પ્રોપર્ટીનું મૂલ્ય લગભગ 4000 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. આ ભવ્ય ટાવર 56 માળનો હશે. કોઈ મુસ્લિમ દેશમાં પ્રથમ વખત કોઈ મુસ્લિમ અભિનેતાના નામની બિલ્ડિંગ બની રહી છે, જે  એક ઐતિહાસિક પગલું છે. ટાવરની સુવિધાઓમાં એક હેલિપેડ અને સ્વિમિંગ પૂલનો પણ સામેલ હશે.