મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

જાણીતા સાઉથ એક્ટર Madan Bobએ 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા તામિલ એક્ટર, કોમેડિયન , સંગીતકાર અને ટીવી કલાકાર S. Krushnmur

જાણીતા સાઉથ એક્ટર Madan Bobએ 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા તામિલ એક્ટર, કોમેડિયન , સંગીતકાર અને ટીવી કલાકાર S. Krushnmurthy ઉર્ફ Mdan Bobનું આજે નિધન થયુ છે. બોબે 71 વર્ષની વયમાં 2 ઓગસ્ટની મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધો હતો. એક્ટરના મોતથી તેમના પરિવાર સહિત ચાહકો અને સાઉથ ફિલ્મ ઈન્સ્ટ્રીમાં માહોલ ગમગીન બન્યો છે. 

મદનને હતી કેન્સરની બીમારી

મીડિયાના સૂત્રો અનુસાર, મદન બોબ છેલ્લા કેટલાક વર્ષોથી કેન્સર સામે લડી રહ્યા હતા. લાંબા સમય સુધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમ્યા બાદ શનિવારે રાત્રે એક્ટરે ચેન્નઈ સ્થિત તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. મદન બોબ સાઉથ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ટેલેન્ટેડ અને પ્રસિદ્ધ એક્ટર હતા. તેમણે પોતાની અદાકારીથી હંમેશા દર્શકોનું દિલ જીત્યું હતું. એક્ટર ઉમદા અભિનય માટે લોકપ્રિય હતા. મદન બોબે પોતાના કરિયરમાં રજનીકાંત, કમલ હાસન, અજિત કુમાર, સૂર્યા અને વિજય જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું હતું. મદને માત્ર તામિલ અને મલયાલમ જ નહિ પરંતું હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

સંગીતકાર તરીકે પણ ફેમસ હતા બોબ

મદન બોબ એક્ટિંગ ઉપરાંત સંગીતમાં પણ શ્રેષ્ઠ રૂચિ ધરાવતા હતાં. તે એક્ટરની સાથે સાથે સફળ સંગીતકાર પણ હતાં તથા કોમેડિયન તરીકે પણ જાણીતા હતા. સિલ્વર સ્ક્રિન પર ચાહકોને ખુશ કર્યા બાદ મદન બોબે ટીવી પર પણ કામ કર્યું હતું. તે કોમેડી શો 'અસાથાપોવાધુ યારૂ'માં જજ પણ રહી ચૂક્યા હતાં.

એક્ટિંગથી કરી હતી કરિયરની શરૂઆત 

મદન બોબે વર્ષ 1984માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ 'નીંગલ કેટ્ટવઈ' હતી. બાદમાં 'જેમિની', 'થિરૂદા-થિરૂદા', 'થેવર મગન', 'ફ્રેન્ડ્સ', 'કન્નુક્કુલ નિલાવુ' સહિત અનેક શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું. તમિલ ફિલ્મો ઉપરાંત મલયાલમ અને હિન્દી ફિલ્મ ચાચી 420માં પણ આકર્ષક એક્ટિંગથી ચાહકોના દિલ પર છાપ ઉભી કરી હતી. કમલ હાસનની ફિલ્મોમાં 'લીલાવતી', 'થેનાલી'માં પણ ઉમદા સાથી અભિનય માટે વખાણવામાં આવ્યા હતાં.  

આ સમાચાર શેર કરો