'ખોટી અફવા ના ફેલાવો, ધર્મેન્દ્ર જીવે છે', હેમા માલિની અને ઇશા દેઓલ ભડક્યા; લોકોને કરી ખાસ અપીલ

બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્રના નિધન પર કેટલાક સમાચાર સામે આવ્યા છે. આ વચ્ચે દીકરી ઇશા દેઓલે પોસ્ટ કરી છે અને કહ્યું કે તેમના પિતા સ્વસ્થ છે. મહત્ત્વપૂર્ણ છે કે ધર્મેન્દ્રની તબિયત બગડતા તેમણે મુંબઇની બ્રીચ ક્રેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રનો પરિવાર પણ હોસ્પિટલમાં હાજર છે.
ઇશા દેઓલની પોસ્ટ
ઇશા દેઓલે લખ્યુ કે, લોકો ઉતાવળમાં ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે. મારા પિતા સ્વસ્થ છે અને રિકવર થઇ રહ્યા છે. અમે બધાને ભલામણ કરીએ છીએ કે અમારા પરિવારને પ્રાઇવેસી આપો. પિતાની સ્પીડી રિકવરીની પ્રાર્થના માટે આભાર..
હેમા માલિનીએ પણ કર્યું ટ્વિટ
હેમા માલિનીએ પણ ટ્વીટ કરતા લખ્યુ, "જે થઈ રહ્યું છે તે અક્ષમ્ય છે! જવાબદાર ચેનલો એવી વ્યક્તિ વિશે ખોટા સમાચાર કેવી રીતે ફેલાવી શકે છે જે સારવારનો પ્રતિભાવ આપી રહી છે અને સ્વસ્થ થઈ રહી છે? આ અત્યંત અનાદર અને બેજવાબદારીભર્યું વર્તન છે. કૃપા કરીને પરિવાર અને તેની ગોપનીયતાની જરૂરિયાતને યોગ્ય માન આપો."
દેઓલ પરિવાર હોસ્પિટલમાં
આખો દેઓલ પરિવાર હોસ્પિટલમાં જ છે. તેમની દીકરીઓને અમેરિકાથી બોલાવવામાં આવી હોવાના સમાચાર છે. મહત્ત્વપૂર્ણ છે કે સલમાન ખાન, શાહરૂખ ખાન, અમીશા પટેલ અને ગોવિંદા જેવા દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ ઉંમરમાં પણ એક્ટિવ હતા ધર્મેન્દ્ર
89 વર્ષની ઉંમરે પણ ધર્મેન્દ્ર ઘણા એક્ટિવ હતા. તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા હતા અને સતત પોતાના વ્યાયામની તસવીરો અને વીડિયો શેર કરતા રહેતા હતા.

