Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Drishyam-3's Hindi shooting postponed due to threat of lawsuit

Drishyam 3 ફિલ્મનું હિંદી શૂટિંગ પાછું ઠેલાયું, જાણો શું છે કારણ

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Drishyam 3 ફિલ્મનું હિંદી શૂટિંગ પાછું ઠેલાયું, જાણો શું છે કારણ
સોર્સ : google

Ajay Devganની ફિલ્મ 'Drishyam 3'ની ચર્ચાઓ લોકોમાં ચાલી રહિ છે. જેનું શૂટિંગ મલયાલમ અને હિંદી એમ 2 ભાષાઓમાં થવાનું છે. Ajay Devganએ તેની આ હિંદી ફિલ્મનું શૂટિંગ મલયાલમમાં બની રહેલી 'Drishyam 3' કરતાં પહેલાં શરુ કરી દેવાનો પ્લાન કર્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ અમુક કાનૂની કારણોસર હાલ રોકી દેવામાં આવ્યું છે.

App Store

શા માટે રોકાયું હિંદી 'Drishyam 3'નું શૂટિંગ 

હાલમાં જ મલયાલમ ફિલ્મના દિગ્દર્શક Jeethu Josephએ ઘટસ્ફોટ કર્યો છે કે, 'Drishyam' પહેલાં મલયાલમમાં બની હતી અને બાદમાં તેની હિંદી રીમેક બની હતી. આથી આ ફિલ્મનો ત્રીજો ભાગ પહેલાં મલયાલમમાં જ શૂટ થાય તે એકદમ સાહજિક છે."  આ અંગે વિવાદમાં મલયાલમ વર્ઝનના નિર્માતાઓએ Ajay Devganએ પહેલા હિંદી ફિલ્મનું શૂટિંગ કરતા અટકાવવા કાનૂની કાર્યવાહીની ચિમકી પણ આપી હતી. જેને કારણે અજય દેવગણે હવે મલયાલમમાં શૂટિંગ થાય તે પછી જ હિંદીનું શૂટિંગ શરુ કરવાનું નક્કી કરવું પડયું છે. 

ઓક્ટોબરથી શરુ થશે ફિલ્મનું શૂટિંગ

મલયાલમ અને હિંદી 'Drishyam 3'નું શૂટિંગ સમાંતર થશે તેવુ પણ નિવેદન આવ્યું હતું પરંતુ, Jeethu Joseph આ શક્યતા પણ નકારી કાઢતા કહ્યું કે, હિંદીના નિર્માતાઓ અમારા પહેલાં શૂટિંગ શરુ કરી દેવા માગતા હોવાને કારણે જ તેમને કાનૂની કાર્યવાહીની ચિમકી આપવી પડી હતી. જો કે હવે અજય દેવગણ અને મોહન લાલ બંને પોતપોતાની 'Drishyam 3'નું શૂટિંગ આગામી ઓક્ટોબરથી શરુ કરે તેવી જાહેરાત કરવામાં આવી છે.