મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Disha Patani પંજાબી સિંગરને ડેટ કરી રહી હોવાની ચર્ચા, નુપૂર સેનનના લગ્નમાં દેખાયા સાથે

મુંબઈ : દિશા પટણી હવે પંજાબી સિંગર તલવિંદરને ડેટ કરી રહી હોય તે

Disha Patani પંજાબી સિંગરને ડેટ કરી રહી હોવાની ચર્ચા, નુપૂર સેનનના લગ્નમાં દેખાયા સાથે

મુંબઈ : દિશા પટણી હવે પંજાબી સિંગર તલવિંદરને ડેટ કરી રહી હોય તેવી ચર્ચા છે. તાજેતરમાં ક્રિતી સેનનની બહેન નુપૂરનાં લગ્ન ઉદયપુરમાં યોજાયાં હતાં. તે દરમિયાન દિશા અને તલવિંદર હાથમાં હાથ પરોવીને સાથે ફરતાં દેખાયાં હતાં.

બંને વચ્ચેની નિકટતા જોતાં તેઓ ડેટિંગ કરી રહ્યાં હોવાનું અનુમાન ચાહકો વ્યક્ત કરી રહ્યા છે. તલવિંદર હંમેશાં ફેસ પેઈન્ટ સાથે જ દેખા દેવા માટે જાણીતો છે. તેનો પેઈન્ટ વિનાનો નોર્મલ ફેસ ભાગ્યે જ કોઈએ જોયો છે. તેનાં અનેક આલ્બમ રીલિઝ થઈ ચૂક્યાં છે અને નવી પેઢીના પંજાબી ગાયકોમાં તે ઝડપથી લોકપ્રિય બન્યો છે. ઉલ્લેખનીય છે કે દિશા પટણી અને ટાઈગર શ્રોફ વચ્ચે વર્ષો સુધી ડેટિંગ ચાલ્યું હતું.

આ સમાચાર શેર કરો