દિવાળી પર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમની પુત્રી દુઆનો ચહેરો જાહેર કર્યો, ફેન્સ ખુશ થયા
દિવાળીના પાવન તહેવાર પર અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનતા

દિવાળીના પાવન તહેવાર પર અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનતા રણવીર સિંહે તેમની પુત્રી દુઆનો ચહેરો જાહેર કર્યો છે. જેને જોઈ ચાહકો ખુશ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થઈ રહી છે. આમ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમના ચાહકોને દિવાળીની ખાસ ભેટ આપી છે. તેમણે પહેલીવાર તેમની પુત્રી દુઆનો ચહેરો જાહેર કર્યો છે.
એક વર્ષની થઈ ગઈ છે દુઆ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 8 સપ્ટેમ્બર, 2024ના રોજ પુત્રીનું સ્વાગત કર્યું. હવે, એક વર્ષ પછી, આ દંપતીએ પહેલીવાર ચાહકોને તેમની પુત્રીનો ચહેરો બતાવ્યો છે, અને તેમની પુત્રી દુઆના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ફોટામાં, દુઆ લાલ રંગનો એથનિક સૂટ પહેરેલી જોવા મળે છે. તે બે પોનીટેલ અને કપાળ પર લાલ બિંદી સાથે ખૂબ જ સુંદર અને ક્યુટ લાગી રહી છે.
દુઆની સુંદરતાએ ચાહકો તેમજ સેલિબ્રિટીઓના દિલ જીતી લીધા છે. અનન્યા પાંડે, રકુલપ્રીત સિંહ, ભૂમિ પેડનેકરથી લઈને ગૌહર ખાન સુધી, બધાએ કોમેન્ટમાં દુઆ પર પ્રેમ વરસાવ્યો છે.






