કલ્ટ ક્લાસિક 'શોલે' આજે થઈ રી-રિલીઝ, ફિલ્મ આ પાંચ વાસ્તવિક લોકોના જીવન પર હતી આધારિત!
શોલે રી-રિલીઝ: બૉલીવુડની આઇકોનિક ફિલ્મ 'શોલે' જેણે હિન્દી સિનેમામાં એવા-એવા રેકોર્ડ બનાવ્યા કે આજદિન સુધી કોઈ ફિલ્મ

શોલે રી-રિલીઝ: બૉલીવુડની આઇકોનિક ફિલ્મ 'શોલે' જેણે હિન્દી સિનેમામાં એવા-એવા રેકોર્ડ બનાવ્યા કે આજદિન સુધી કોઈ ફિલ્મ તોડી નથી શકી, આજે (શુક્રવાર) પૂરા ૫૦ વર્ષ પછી આ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં ધૂમ મચાવવા પાછી ફરી રહી છે.
બૉલીવુડની આઇકોનિક ફિલ્મ 'શોલે' ફરીથી ચર્ચામાં છે. ૧૨ ડિસેમ્બરે આ બ્લૉકબસ્ટર ફિલ્મ થિયેટર્સમાં ફરી રિલીઝ થઈ રહી છે. ૧૯૭૫માં આવેલી 'શોલે'એ માત્ર અનેક રેકોર્ડ જ નથી તોડ્યા, પણ કેટલાક એવા કિસ્સા પણ છોડ્યા છે જે આજે પણ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દે છે. પણ શું તમે જાણો છો કે આ ફિલ્મ ૫ લોકોના અસલી જીવનથી પ્રેરિત હતી?
ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ફિલ્મ જે ૬ વર્ષમાં બની
'શોલે'ની શરૂઆત માત્ર ચાર લાઇનના આઇડિયાથી થઈ હતી. પછી તેને સલીમ-જાવેદે એક શાનદાર કહાનીમાં બદલી નાખી. આ ફિલ્મ ૧૫ ઑગસ્ટ ૧૯૭૫ના રોજ રિલીઝ થઈ હતી અને તેને બનવામાં પૂરા ૬ વર્ષ લાગ્યા. તે સમયે ૩ કરોડ રૂપિયાનું બજેટ પણ ખૂબ મોટું માનવામાં આવતું હતું.
શરૂઆતમાં ફિલ્મને ઠંડો પ્રતિસાદ મળ્યો હતો, પણ 'વર્ડ ઑફ માઉથ'એ તેને ઇતિહાસની સૌથી મોટી ફિલ્મોમાં સામેલ કરી દીધી. બૉક્સ ઑફિસ પર તેણે ૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી, એવો રેકોર્ડ જે આગલા ૨૦ વર્ષ સુધી ન તૂટ્યો.
સલીમ ખાનના સસરા પર આધારિત હતું આ પાત્ર
ઓછા લોકો જાણે છે કે સંજીવ કુમારે ભજવેલા ઠાકુર બલદેવ સિંહનું પાત્ર અસલ જીવનના બલદેવ સિંહના આધારે હતું. તેઓ સલીમ ખાનના સસરા હતા અને જમ્મુ-કાશ્મીરના ડોગરા રાજપૂત પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. તેમની બહાદુરી અને પ્રભાવશાળી વ્યક્તિત્વને સલીમ ખાને ઠાકુરના રૂપમાં પડદા પર ઉતાર્યું.
જય-વીરુ વાસ્તવિક મિત્રો પર આધારિત
જય અને વીરુ – હિન્દી સિનેમાની સૌથી યાદગાર દોસ્તી – પણ પૂરી રીતે વાસ્તવિક હતી. સલીમ ખાને આ પાત્રો પોતાના બે મિત્રો પાસેથી પ્રેરિત થઈને લખ્યા હતા. તેમાંથી એક ઇન્દોરના વીરેન્દ્ર સિંહ બાયસ હતા, જ્યારે બીજા જય સિંહ રાવ કાલેવર, જે ખેડૂત હતા. રસપ્રદ વાત એ છે કે બંને હવે આ દુનિયામાં નથી, પણ તેમની દોસ્તીનો રંગ 'શોલે'માં આજે પણ જીવંત છે.
ગબ્બર અસલમાં કુખ્યાત ડાકુ હતો
અમજદ ખાને ભજવેલા ગબ્બર સિંહ અસલમાં ૧૯૫૦ના દાયકાના ગ્વાલિયરના એક ડરામણા ડાકુ પર આધારિત હતું. તે લોકોના નાક અને કાન કાપવા માટે કુખ્યાત હતો. સલીમ ખાનને આ ડાકુની કહાની તેમના પિતાએ સંભળાવી હતી.








