મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

રજનીકાંતનો વિદેશમાં પણ ક્રેઝ: સિંગાપુરમાં 'કુલી' ફિલ્મ જોવા માટે કંપનીએ જાહેર કરી રજા; ટિકિટના પૈસા પણ આપ્યા

રજનીકાંતની ફેન ફોલોવિંગ ભારત જ નહીં પણ વિદેશમાં પણ જોવા મળે છે. ભારત સિવાય સિંગાપુ

રજનીકાંતનો વિદેશમાં પણ ક્રેઝ: સિંગાપુરમાં 'કુલી' ફિલ્મ જોવા માટે કંપનીએ જાહેર કરી રજા; ટિકિટના પૈસા પણ આપ્યા

રજનીકાંતની ફેન ફોલોવિંગ ભારત જ નહીં પણ વિદેશમાં પણ જોવા મળે છે. ભારત સિવાય સિંગાપુરમાં પણ રજનીકાંતની ફેન ફોલોવિંગને જોતા એક કંપનીએ ફિલ્મ જોવા માટે તમામ કર્મચારીઓને રજા આપી દીધી છે. આ સાથે જ કર્મચારીઓને મફત ટિકિટ અને ભોજન પણ આપવામાં આવી રહ્યું છે.

સિંગાપુરની કંપનીએ રજનીકાંતની ફિલ્મ જોવા આપી રજા

સિંગાપુરની ફાર્મર કંસ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મધવા પ્રસાદે તમામ કર્મચારીઓને એક પત્ર લખ્યો છે.જેમાં લખ્યુ છે- 'સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કુલી'ના 14 ઓગસ્ટ 2025ના રિલીઝ થવાને લઇ તમિલ કામદારો માટે રજા જાહેર કર છે. આ સિવાય કંપની FDFS (ફર્સ્ટ ડે ફર્સ્ટ શો) મૂવી ટિકિટ અને ફૂડ એન્ડ બ્રેવરેજ ખર્ચ માટે 30 ડૉલર પણ આપશે.'

આ સિવાય એસબી માર્ટ નામની સિંગાપુરની વધુ એક કંપનીએ ફિલ્મ રિલીઝ પર કર્મચારીઓને હાફ ડે આપ્યો છે. કંપનીએ નોટિસ જાહેર કરતા લખ્યુ, કંપની 14 ઓગસ્ટે સવારે 7:00 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી બંધ રહેશે, કારણ કે તે દિવસે સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કુલી' રિલીઝ થઇ રહી છે. 

કબાલીના સમયે પણ કંપનીઓએ રજા જાહેર કરી હતી

વર્ષ 2016માં રજનીકાંતની ફિલ્મ કબાલી રિલીઝ થઇ હતી. આ સમયે પણ સાઉથની ઓપસ નામની એક કંપનીએ ફિલ્મ જોવા માટે કર્મચારીઓ માટે રજા જાહેર કરી હતી.

મહત્ત્વપૂર્ણ છે કે કુલી: ધ પાવરહાઉસ 14 ઓગસ્ટે રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં રજનીકાંતની સાથે સાથે શ્રુતિ હાસન, નાગાર્જુન, ઉપેન્દ્ર રાવ મહત્ત્વની ભૂમિકામાં છે. આમિર ખાન પણ આ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. ભારતમાં આ ફિલ્મની ટક્કર રિતિક રોશન અને જૂનિયર NTRની ફિલ્મ 'વોર 2' સાથે થશે. આ ફિલ્મ પણ 14 ઓગસ્ટે જ થિયેટરમાં રિલીઝ થઇ રહી છે.

આ સમાચાર શેર કરો