VIDEO / ટીવી પર પરત ફરી રહ્યા છે દયા, અભિજીત અને એસીપી પ્રદ્યુમન, મેકર્સે પ્રોમો સાથે શેર કરી CIDની રિલીઝ ડેટ
લોકોનો ફેવરિટ શો 'CID' તેની નવી સિઝન સાથે પરત ફરવા માટે તૈયાર છે. હવે શોના મેકર્સે નવી સિઝનની રિલીઝ ડેટ જાહેર કરી છે. મેકર્સે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક આકર્ષક પ્રોમો પણ શેર કર્યો છે. 'CID' ની નવી સિઝનમાં એસીપી પ્રદ્યુમ્ન તરીકે શિવાજી સાટમ, દયા તરીકે દયાનંદ શેટ્ટી અને અભિજીત તરીકે આદિત્ય શ્રીવાસ્તવ છે. ચાલો તમને જણાવીએ કે તમે ક્યારે અને ક્યાં શોનો આનંદ માણી શકશો.
આ પણ વાંચો: છૂટાછેડાના સમાચાર વચ્ચે આરાધ્યાને લઈને ઈમોશનલ થયો અભિષેક બચ્ચન, દીકરી વિશે કહી આ વાત
રિલીઝ ડેટ જાહેર કરી
બે દાયકાથી વધુ સમય સુધી દર્શકોનું મનોરંજન કર્યા બાદ 'CID' ની ટીમ ટૂંક સમયમાં જ સ્ક્રીન પર પરત ફરશે. સોની ટીવીએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ક્રાઈમ થ્રિલર શોની પ્રીમિયર તારીખ અને સમયની જાહેરાત કરી છે. 'CID' ની નવી સિઝન 21 ડિસેમ્બરથી શરૂ થશે. તમે દર શનિવાર અને રવિવારે રાત્રે 10 વાગ્યે સોની ટીવી પર આ શો માણી શકશો.
પ્રોગ્રામિંગ ટીમે 'CID' ની નવી સિઝન માટે એક ભવ્ય લોન્ચિંગનું આયોજન કર્યું છે. શોને રાતના 10 વાગ્યાનો વીકએન્ડ સ્લોટ આપવામાં આવ્યો છે. આ શોની સ્પર્ધા 'અનુપમા' અને 'બિગ બોસ 18' સાથે થશે. મેકર્સને વિશ્વાસ છે કે 'CID' ની નવી સિઝન ઘણા દર્શકોને આકર્ષશે અને TRPની યાદીમાં પોતાનું સ્થાન બનાવશે. તમને જણાવી દઈએ કેઆ શો પ્રથમ વખત વર્ષ 1998માં સોની ટીવી પર આવ્યો હતો. આ શો વર્ષ 2018 સુધી દર્શકોનું મનોરંજન કરતો રહ્યો. તે એક કલ્ટ ક્લાસિક બની ગયો અને હજુ પણ સૌથી વધુ પ્રિય શોમાંનો એક છે.

