છૂટાછેડાના સમાચાર વચ્ચે આરાધ્યાને લઈને ઈમોશનલ થયો અભિષેક બચ્ચન, દીકરી વિશે કહી આ વાત

અભિષેક બચ્ચનની ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક' 22 નવેમ્બરના રોજ થિયેટરમાં આવી ગઈ છે. શૂજિત સરકારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી જેણે પણ આ ફિલ્મ જોઈ છે તે અભિષેકના કામના વખાણ કરી રહ્યા છે. તાજેતરમાં જ અભિષેક બચ્ચન અને નિર્દેશક શૂજિત સરકાર 'કૌન બનેગા કરોડપતિ 16' ના મંચ પર પહોંચ્યા હતા. આ દરમિયાન પોતાની ફિલ્મની સાથે જુનિયર બચ્ચને તેની પુત્રી આરાધ્યા વિશે પણ વાત કરી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાની એક્ટ્રેસ સાથેના સંબંધ પર બાદશાહે પહેલીવાર તોડ્યું મૌન, કહ્યું- 'લોકો તે જ વિચારે છે જે...'
છેલ્લા ઘણા મહિનાઓથી દરેક જગ્યાએ સમાચાર ફેલાઈ રહ્યા છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે કંઈ સારું નથી. અભિષેક ઘણા પ્રસંગોએ ઐશ્વર્યા સાથે ન જોવા મળતા લોકો આ અહેવાલો પર વિશ્વાસ કરવા લાગ્યા છે. જો કે અત્યાર સુધી કપલે આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. આવી સ્થિતિમાં, જ્યારે તાજેતરમાં જ અભિષેકે પુત્રી આરાધ્યાના જન્મદિવસ પર કોઈ પોસ્ટ શેર ન કરી, ત્યારે લોકો ફરીથી ચર્ચા કરવા લાગ્યા હતા.
દીકરી આરાધ્યા વિશે અભિષેકે આ વાત કહી
પરંતુ જ્યારે તેણે 'કૌન બનેગા કરોડપતિ 16' ના સ્ટેજ પર પોતાની પુત્રીના નામનો ઉલ્લેખ કર્યો, ત્યારે લોકોને એવું લાગવા લાગ્યું કે તેની અને તેની પુત્રી વચ્ચે બધું બરાબર છે. 'કૌન બનેગા કરોડપતિ'ના નવા એપિસોડમાં, અભિષેક બચ્ચન તેની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક' વિશે વાત કરે છે, જેમાં એક પિતાના તેની પુત્રી સાથેના મુશ્કેલીભર્યા સંબંધો દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મ વિશે વાત કરતાં, અભિનેતાએ તેના પિતા અમિતાભ બચ્ચનને કહ્યું કે, તેઓ ફિલ્મની ભાવનાને સમજે છે કારણ કે તેમની એક પુત્રી શ્વેતા બચ્ચન નંદા છે.
દીકરી આરાધ્યા સાથેના સંબંધો વિશે વાત કરતાં અભિષેકે કહ્યું, “આરાધ્યા મારી દીકરી છે અને શૂજીત દાને બે દીકરીઓ છે. અમે બધા 'ગર્લ્સ ડેડ' છીએ અને અમે ખરેખર તે ભાવનાને સમજીએ છીએ.' અમિતાભ બચ્ચન પણ શો પર પોતાના પુત્ર અભિષેકના વખાણ કરતા જોવા મળે છે.

