Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Badshah breaks silence on rumours of dating Pakistani actress

પાકિસ્તાની એક્ટ્રેસ સાથેના સંબંધ પર બાદશાહે પહેલીવાર તોડ્યું મૌન, કહ્યું- 'લોકો તે જ વિચારે છે જે...'

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2024
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાની એક્ટ્રેસ સાથેના સંબંધ પર બાદશાહે પહેલીવાર તોડ્યું મૌન, કહ્યું- 'લોકો તે જ વિચારે છે જે...'

રેપર-સિંગર બાદશાહ અને પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર ડેટિંગની અફવાઓને કારણે ઘણા સમયથી ચર્ચામાં છે. બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. દુબઈમાં કોન્સર્ટ દરમિયાન હાનિયા સાથે ફોટો પડાવ્યા બાદ આ અટકળો શરૂ થઈ હતી. એટલું જ નહીં, તેમની મુલાકાતની ઝલક પણ તેમના ફેન્સમાં ચર્ચામાં રહે છે. દરમિયાન, હવે બાદશાહે આ અફવાઓ પર સ્પષ્ટતા કરી છે અને તેમના સંબંધ અને તેઓ એકબીજા સાથે કેવા પ્રકારનું બોન્ડ શેર કરે છે તે વિશે ખુલાસો કર્યો છે.

App Store

આ પણ વાંચો: પિતાને હાર્ટ એટેક આવતા બદલાઈ ગયું TMKOC એક્ટ્રેસનું જીવન, એક્ટિંગ છોડી કરવા લાગી આ કામ

પાકિસ્તાની એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે બાદશાહ?

એક ઇન્ટરવ્યુમાં બાદશાહે હાનિયા આમિર સાથેના તેના સંબંધ વિશે વાત કરતા કહ્યું, 'હાનિયા મારી ખૂબ જ સારી મિત્ર છે અને અમારા બંને વચ્ચે ખૂબ જ સારો સંબંધ છે. અમે જ્યારે પણ મળીએ છીએ ત્યારે ખૂબ જ મસ્તી કરીએ છીએ અને તે સૌથી મોટી વાત છે. તે તેના જીવનમાં ખુશ છે અને હું મારા જીવનમાં ખુશ છું. અમારો સંબંધ ખૂબ જ સારો છે, પરંતુ લોકો ઘણીવાર તેનું ખોટું અર્થઘટન કરે છે. લોકો તે જ વિચારે છે જે તેઓ જોવા માંગે છે.

કોણ છે હાનિયા આમિર?

બાદશાહ અને હાનિયા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરે છે. હાનિયાએ શેર કરેલી ક્લિપમાં તે અને બાદશાહ એકબીજાને હાથ જોડીને મળે છે. પછી હાનિયા રેપરને મોટેથી બોલાવે છે, ત્યારબાદ બાદશાહ તેને ગળે લગાડતો જોવા મળે છે. આ પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું, 'મારો બેસ્ટ ફ્રેન્ડ અને એક મહાન રોકસ્ટાર... હીરો @badboyshah છે.' તમને જણાવી દઈએ કે હાનિયા આમિર મુખ્યત્વે ઉર્દૂ ભાષાના શો અને ફિલ્મો માટે કામ કરે છે. તેણે 2016ની કોમેડી ફિલ્મ 'જાન'થી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.

બોલિવૂડની આ એક્ટ્રેસ સાથે પણ બાદશાહનું નામ જોડાયું હતું

બાદશાહ જેનું અસલી નામ આદિત્ય પ્રતિક સિંહ સિસોદિયા છે. તેણે અગાઉ 2012માં જાસ્મીન મસીહ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2020માં અલગ થવાનો નિર્ણય કર્યો હતો. તેમની પુત્રી જેસી ગ્રેસ મસીહ સિંહનો જન્મ જાન્યુઆરી 2017માં થયો હતો. પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા પહેલા તેનું નામ મૃણાલ ઠાકુર સાથે પણ જોડવામાં આવ્યું હતું, પરંતુ તેણે કહ્યું હતું કે તે બંને ફક્ત મિત્રો છે.