મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ધાર્મિક લાગણી દુભાતી હોવાથી સેન્સર બોર્ડ લઈ શકે છે મોટો નિર્ણય, ફિલ્મોમાં નહી કરાય ઉલ્લેખ

સેન્સર બોર્ડ તમામ ફિલ્મોમાંથી બીફને લગતા ઉલ્લેખ પર કાયમી પ્રતિબં

ધાર્મિક લાગણી દુભાતી હોવાથી સેન્સર બોર્ડ લઈ શકે છે મોટો નિર્ણય, ફિલ્મોમાં નહી કરાય ઉલ્લેખ

સેન્સર બોર્ડ તમામ ફિલ્મોમાંથી બીફને લગતા ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મૂકે તેવી સંભાવના છે. હાલમાંજ મલયાલમની એક ફિલ્મ "Haal"માંથી બીફ બીરિયાની શબ્દને દૂર કરવામાં આવ્યો હતો. એ પછી ફિલ્મના નિર્માતા અદાલતમાં પહોંચ્યા હતા. જોકે, હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે.

ધાર્મિક લાગણી ન દુભાઈ તે માટે નિર્ણય

દેશના કેટલાક વિસ્તારોમાં બીફ આરોગવામાં આવે છે. મલયાલમ ફિલ્મોમાં બીફનો ઉલ્લેખ બહુ કોમન છે. જોકે, દેશના મોટાભાગના વિસ્તારોમાં બીફ વર્જિત મનાય છે. બીફને લગતા કોઈપણ ઉલ્લેખથી ધાર્મિક લાગણી દુભાઈ શકે છે. આ કારણથી સેન્સરે આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

સેન્સર બોર્ડના નિર્ણયથી વિવાદ

જોકે, સેન્સર બોર્ડના આ નિર્ણયથી વિવાદ ઊભો થવાની સંભાવના છે. અનેક નિષ્ણાતો સેન્સર બોર્ડના આ નિર્ણય પાછળ રાજકારણ હોવાનો દાવો કરી રહ્યા છે. કેન્દ્રમાં ભારતીય જાનતા પાર્ટીના નેતૃત્વની સરકાર હોવાથી બીફ શબ્દ સામે વિરોધ થઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દેશના કેટલાક ભાગોમાંથી સેન્સર બોર્ડના આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવે તેવી પણ શક્યતાઓ છે.

આ સમાચાર શેર કરો