મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

આર્યન ખાને કર્યુ સીંગિંગમાં ડેબ્યુ, આ સિંગર સાથે ગાશે ગીત

મુંબઇ : શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન બોલીવૂડમાં એક મોટા પાયે કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. અભિનેતાને હાલ અભિનયમાં બિલકુ

આર્યન ખાને કર્યુ સીંગિંગમાં ડેબ્યુ, આ સિંગર સાથે ગાશે ગીત

મુંબઇ : શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન બોલીવૂડમાં એક મોટા પાયે કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. અભિનેતાને હાલ અભિનયમાં બિલકુલ રસ ન હોવાથી તે 'ધ બૈડસ ઓફ બોલીવૂડ' નામની એક સીરીઝ બનાવી રહ્યો છે.  

જેનો તે લેખક, દિગ્દર્શક તો છે અને હવે તે દિલજીત દોસાંજ સાથે એક ટ્રેકમાં ગીત પણ ગાવાનો છે. 

૧૮ સપ્ટેમ્બરના રોજ આ સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

'તેન્નૂ કી પતા' શીર્ષકવાળું આ ગીત આ સીરીઝના સાઉન્ડટ્રેકનું નવીનત્તમ સંસ્કરણ છે. જેમાં આર્યનની સાથે દિલજીત પણ છે. આ  જ આલ્બમના બે જુના ટ્રેક, 'તૂ પહલી તૂ આખરી' અને 'બદલી સી હવા' નો આગળનો ભાગ છે.

આ સીરીઝમાં આર્યને પિતાના સંબંધોનો ફાયદો ઉઠાવીને આમિર ખાન,એસએસ રાજામૌલી, દિશા પટણી, કરણ જોહર, બાદશાહ અને સ્વયં શાહરૂખ થેમજ અન્ય કલાકારો કેમિયો કરવાના છે. 

આ સમાચાર શેર કરો