મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફરી ગોળીબાર, લોરેન્સ ગેંગે લીધી જવાબદારી

કોમેડિયન કપિલ શર્માની મુશ્કેલીઓ હજુ પણ અટકવાનું નામ લેતી નથી. કપિલ શર્મા ફરી એકવાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નો

કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફરી ગોળીબાર, લોરેન્સ ગેંગે લીધી જવાબદારી

કોમેડિયન કપિલ શર્માની મુશ્કેલીઓ હજુ પણ અટકવાનું નામ લેતી નથી. કપિલ શર્મા ફરી એકવાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નિશાના પર આવી ગયો છે. કેનેડાના સરેમાં કોમેડિયન કપિલ શર્માના કેપ્સ કાફેમાં ફરી એકવાર ગોળીબાર થયો છે. ત્રણ ગોળીબાર થયાની ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ગોલ્ડી ઢિલ્લોન અને કુલદીપ સિદ્ધુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગોળીબારની જવાબદારી સ્વીકારી છે.

કપિલ શર્માના કેપ્સ કાફે કેનેડામાં ગોળીબાર થયો છે. ગોળીબાર એટલો ઝડપી હતો કે તેનાથી લોકો ચોંકી ગયા હતા. કપિલ શર્માના કેફેમાં ગોળીબારની જવાબદારી લોરેન્સ બિશ્નોઈની ગેંગે લીધી છે. જણાવી દઈએ કે આ પહેલા પણ કપિલના કેફેમાં ગોળીબાર થયો હતો.
 
ગોલ્ડી ધિલ્લોન અને કુલદીપ સિદ્ધુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટનાની જવાબદારી સ્વીકારતા લખ્યું કે, "વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ...  આજે (Kaps Caffe, સરે)માં ત્રણ ગોળીબાર થયા છે, તેની જવાબદારી હું, કુલવીર સિદ્ધુ અને ગોલ્ડી ધિલ્લોન લઈ રહ્યા છીએ. આ પોસ્ટ કુલવીર દ્વારા કરવામાં આવી હતી.

પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "અમારી સામાન્ય લોકો સાથે કોઈ દુશ્મનાવટ નથી. જેમની સાથે અમારો સંઘર્ષ છે તેઓ અમારાથી દૂર રહે. જેઓ ગેરકાયદેસર કામ કરે છે અને લોકોને પૈસા આપતા નથી તેઓ પણ તૈયાર રહે. બોલિવૂડમાં ધર્મ વિરુદ્ધ બોલતા લોકો પણ તૈયાર રહે. ગોળીઓ ગમે ત્યાંથી આવી શકે છે. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ 

આ સમાચાર શેર કરો