3 મહિનાની થઈ દીપિકા-રણવીરની દીકરી દુઆ, દાદી અંજુ ભવનાનીએ કર્યું વાળનું દાન, નવા લુકમાં શેર કર્યો ફોટો
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ વર્ષે સપ્ટેમ્બરમાં બી-ટાઉનના પેરેન્ટ્સ ક્લબમાં જોડાયા

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ વર્ષે સપ્ટેમ્બરમાં બી-ટાઉનના પેરેન્ટ્સ ક્લબમાં જોડાયા હતા. આ કપલે 8 સપ્ટેમ્બરના રોજ આ દુનિયામાં એક સુંદર પુત્રીનું સ્વાગત કર્યું, જેનું નામ બંનેએ દુઆ રાખ્યું છે. દુઆ હવે ત્રણ મહિનાની થઈ ગઈ છે. આ અવસર પર રણવીર સિંહના માતા અને દીપિકા પાદુકોણની સાસુ અંજુ ભવનાનીએ કંઈક એવું કર્યું, જેના કારણે હવે તેઓ લાઈમલાઈટમાં છે. પૌત્રી દુઆ ત્રણ મહિનાની થઈ ત્યારે અંજુ ભવનાનીએ તેમના વાળ દાનમાં આપ્યા છે. અંજુ ભવનાનીએ સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં રણવીર સિંહની માતા તેમના વાળ કપાવતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: જ્યારે દિલીપ કુમાર માટે હિટ ફિલ્મો બની ગઈ સજા, જાણો અભિનેતા શા માટે કહેવાતા હતા ટ્રેજેડી કિંગ?
ફોટામાં, અંજુ ભવનાની તેમના કપાયેલા વાળ અને નવા લુક સાથે જોઈ શકાય છે. આ સાથે તેમણે તેમની પૌત્રી દુઆ માટે એક ખાસ પોસ્ટ પણ શેર કરી છે. જેમાં તેમણે 3 મહિનાની પૌત્રી પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો. અંજુ ભવનાનીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
અંજુ ભવનાનીની પોસ્ટ
અંજુ ભવનાનીએ દુઆના નામે પોતાની પોસ્ટમાં લખ્યું - 'ત્રીજા મહિનાના જન્મદિવસની શુભેચ્છા, મારી પ્રિય દુઆ. આ ખાસ દિવસને પ્રેમ અને આશાના સંકેત સાથે ચિહ્નિત કરીએ છીએ. જેમ અમે દુઆના મોટા થવાની ઉજવણી કરીએ છીએ, તેમ તે અમને ભલાઈ અને દયાની શક્તિની પણ યાદ અપાય છે. આશા છે કે આ નાનું કાર્ય મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા કોઈને આરામ અને આત્મવિશ્વાસ આપશે.'
અંજુ ભવનાનીનો નવો લુક
ફોટામાં, અંજુ ભવનાની તેમના વાળ દાન કર્યા પછી તેમના નવા લુકને ફ્લોન્ટ કરતા જોવા મળે છે. તેમણે ખભા સુધી વાળ કાપ્યા છે અને નવા લુકમાં તેઓ ખૂબ જ સ્માર્ટ દેખાઈ છે. દીપિકા તેની પુત્રી સાથે બેંગલુરુમાં તેના માતાપિતાના ઘરે હતી, પરંતુ હવે તે મુંબઈ પાછી આવી છે. આ દિવસોમાં દીપિકા પોતાનો બધો સમય દીકરી દુઆને આપી રહી છે.






