જ્યારે દિલીપ કુમાર માટે હિટ ફિલ્મો બની ગઈ સજા, જાણો અભિનેતા શા માટે કહેવાતા હતા ટ્રેજેડી કિંગ?
દિલીપ કુમાર હિન્દી સિનેમાના તે સ્ટાર છે, જે આજે ભલે આ દુનિયામાં ન હોય પરંતુ તેમના પાત્રો દ્વારા તેઓ આજે પણ દર્શકો

દિલીપ કુમાર હિન્દી સિનેમાના તે સ્ટાર છે, જે આજે ભલે આ દુનિયામાં ન હોય પરંતુ તેમના પાત્રો દ્વારા તેઓ આજે પણ દર્શકો અને તેમના ફેન્સના દિલમાં જીવંત છે. દિલીપ કુમાર એવા કેટલાક સ્ટાર્સમાંથી એક હતા જેમણે જીવતા હોય ત્યારે જ નહીં પરંતુ આ દુનિયા છોડી ગયા પછી પણ પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે. આજે એટલે કર 11મી ડિસેમ્બરે દિલીપ કુમારની 102મી જન્મજયંતિ છે. પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં અભિનેતાએ ઘણી હિટ અને સુપરહિટ ફિલ્મો આપી હતી. આજે દિલીપ કુમારની જન્મજયંતિના અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.
આ પણ વાંચો: 'એક્ટિંગ ના કરતો તો અંડરવર્લ્ડમાં હોત', બોલિવૂડના દિગ્ગજ એક્ટરના નિવેદનથી ખળભળાટ
દિલીપ કુમારની જન્મજયંતિ
દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ બ્રિટિશ રાજ દરમિયાન પેશાવરમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે. તેમનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતું, જેઓ પેશાવરથી પુણે ડ્રાય ફ્રુટ્સ સપ્લાય કરવા આવ્યા હતા. દિલીપ કુમારને શરૂઆતથી જ એક્ટિંગમાં રસ હતો, તેથી તેમને એક્ટિંગ કરવાની તક મળતા જ તેમણે તેમના પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને એક્ટિંગનો માર્ગ પસંદ કર્યો. તેમની પહેલી ફિલ્મ 'જ્વાર ભાટા' હતી. ફિલ્મ નિર્માતાએ તેમનું નામ દિલીપ કુમાર રાખ્યું, જે પાછળથી તેમની ઓળખ બની.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ સફળતા મેળવી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ તેમને સફળતા મળી હતી. પોતાના કરિયરમાં તેમણે 'અંદાઝ', 'બાબુલ', 'દીદાર', 'દેવદાસ', 'મધુમતી', 'મુગલ-એ-આઝમ', 'નયા દૌર', 'રામ ઔર શ્યામ' અને 'ગંગા જમુના' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના કરિયરના પ્રારંભિક તબક્કામાં તેમણે એવી ફિલ્મો આપી જે તેમને તેમના કરિયરની ઉંચાઈ પર લઈ ગઈ. બધું બરાબર ચાલતું હતું, પણ પછી એવું શું થયું કે તેમને 'ટ્રેજેડી કિંગ' કહેવામાં આવે છે?
દિલીપ કુમારને ટ્રેજેડી કિંગ કેમ કહેવામાં આવ્યા?
તમે ઘણા એક્ટર્સને એમ કહેતા સાંભળ્યા હશે કે તેઓએ ભજવેલા પાત્રોની અસર તેમના પર પડી હતી. દિલીપ કુમાર સાથે પણ કંઈક આવું જ થયું. તે 50નો દશક હતો અને અભિનેતાનું સ્ટારડમ ટોચ પર હતું. દિલીપ કુમારે 50ના દાયકામાં જે પણ ફિલ્મોમાં કામ કર્યું હતું, તેમાં તેમણે ગંભીર પાત્રો ભજવ્યા હતા, જેના કારણે તેમને 'ટ્રેજેડી કિંગ' કહેવામાં આવતા હતા. દિલીપ કુમારને ખૂબ જ ઉંચાઈએ લઈ જનાર ફિલ્મોના કારણે જ તેઓ લાંબા સમય સુધી ડિપ્રેશનમાં રહ્યા, જેનો ખુલાસો તેમણે પોતે કર્યો.
સાઈકેટ્રિસ્ટની સલાહ લેવી પડી
દિલીપ કુમાર એક સમયે એવી સ્થિતિમાં પહોંચી ગયા કે તેમને સાઈકેટ્રિસ્ટની સલાહ લેવી પડી. સાઈકેટ્રિસ્ટ એ તેમને કોમેડી ફિલ્મો કરવાની સલાહ આપી જેથી તેઓ ગંભીર ભૂમિકાઓમાંથી બહાર આવી શકે. અભિનેતાનું નિધન 7 જુલાઈ 2021ના રોજ મુંબઈમાં થયું હતું.








