એકતા કપૂરના નિવેદન પર ALTTએ આપી સ્પષ્ટતા: કહ્યું, મીડિયાએ આ બાબતે રિપોર્ટ કરવો જરૂરી
હાલમાં જ અશ્લીલ સામગ્રી પ્રસારિત કરવાના આરોપમાં 4 OTT પ્લેટફોર્મ

હાલમાં જ અશ્લીલ સામગ્રી પ્રસારિત કરવાના આરોપમાં 4 OTT પ્લેટફોર્મસ પર ભારત સરકારે કાર્યવાહી કરી હતી. જેમાં ALTT Alt Blajiના નામે જાણીતા પ્લેટફોર્મનો પણ સમાવેશ હતો. પરંતુ ALTTની સાથે એકતા કપૂરના નામનો પણ ઉલ્લેખ લોકોમાં થવા લાગ્યો હતો. જેમાં એકતા કપૂર આ પ્લેટફોર્મ સાથે જોડાયેલી હોવાની અટકળોએ જોર પકડ્યું હતું. જેના જવાબમાં એકતા કપૂર પોતાનું નામ ALTT સાથે બ ડોડવા તેમજ તેના ALTT Balaji સાથે કોઈ સંબંધ ન હોવાનું જણાવી દીધું હતું. આ બાબત પર Balaji telefilmsએ પણ નિવેદન આપ્યું છે.
જાણો શું કહ્યું Balaji telefilmsએ
26 જુલાઈના રોજ, Balaji telefilmsએ સ્પષ્ટીકરણ કરતાં કહ્યું હતું કે, એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરનો ALTT સાથે કોઇ સંબંધ નથી. આ સાથે જ કંપનીએ જણાવ્યું કે, 2021 જૂનના રોજ બન્ને જણાએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા હતા. તેથી હવે તેઓ ALTT સાથે કોઇ સંબંધ ધરાવતા નથી. આ બધી અટકળોને દૂર કરવા માટે કંપનીએ પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું કે, મીડિયાએ હવે આ બાબત પર પોતાની જવાબદારીપૂર્વક તથા સત્ય રિપોર્ટ કરવો જોઈએ.




