VIDEO: આલિયાના બોડીગાર્ડે ફેન સાથે કર્યો દુર્વ્યવહાર, પછી થઈ જોવા જેવી

આજના સમયમાં આલિયા ભટ્ટને કોઈ ઓળખાણની જરૂર નથી. નેપોટીઝમના લેબલ નીચે પોતાના કરિયરની શરૂઆત કરીને પોતાના અભિનયના દમ ઉપર તેણે આજે બધાની બોલતી બંધ કરી દીધી છે. દરેક ફિલ્મમાં આલિયા કોઈ નવા કેરેક્ટરનો અભિનય કરવાનું પસંદ કરે છે. જેના લીધે તેનું ફેન ફોલોઈંગ પણ સતત વધતું જતું જોવા મળે છે.
પરંતુ હાલના દિવસોમાં આલિયા ભટ્ટ એક વાયરલ વિડિયોના લીધે ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટનો એરપોર્ટ પરનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે તેના બોડીગાર્ડના ખોટા વ્યવહારને કારણે તેની ઝાટકણી કાઢતી જોવા મળી રહી છે.
આલિયાના બોડીગાર્ડે તેના ફેન સાથે કર્યો દુર્વ્યવહાર
હાલમાં જ આલિયા ભટ્ટ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી તે સમયે તેનો બોડીગાર્ડ પણ તેની સાથે હાજર હતો. એરપોર્ટ પર આલિયાને જોઈને જ તેના ફેન્સની ખુશીનો પાર નહોતો રહ્યો અને તેની સાથે સેલ્ફી પડાવ્યા દોડી આવ્યા હતા. તે સમયે આલિયા સાથે સેલ્ફી પડાવવા ગયેલા એક ફેનને બોડીગાર્ડે તેનો શર્ટ ખેંચીને દૂર કર્યો હતો અને સેલ્ફી લેવાની મનાઈ કરી દીધી હતી. તે જોઈને આલિયા ભટ્ટ ખૂબ ગુસ્સે ભરાઈ હતી.
તેણે બધાની વચ્ચે જ બોડીગાર્ડ પર ગુસ્સે થઈને ઠપકો આપ્યો હતો. કહ્યું, ‘તમે કોઇની સાથે આવું ના કરો, કોઈને ટચ ના કરો અને કોઈ સાથે આવો વ્યવહાર તો ના જ કરો’. ત્યાર બાદ પોતે આલિયાએ ફેનને પોતાની પાસે બોલાવ્યો અને સેલ્ફી લેવા કહ્યું.
સોશિયલ મીડિયા પર આલિયાની થઈ રહી છે વાહવાહી
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતાં જ આલિયાની પ્રશંશાઓનું જાણે પૂર આવ્યું. ચાહકોએ તેના વિનમ્ર ભાવની પ્રશંસા કરી અને કહ્યું કે તે ખરેખર એક "સ્ટાર" છે જે માત્ર તેના કામથી જ નહીં પરંતુ તેના વર્તનમાં પણ દેખાઈ આવે છે.

