Cannesમાં આલિયા થઈ ટ્રોલ, ટ્રોલર્સ પર ભડક્યા અનુપમ ખેર કહ્યું, "આવા નકામા લોકો..."
2026ના cannes ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના ગ્લેમરસ લુકથી સૌનું

2026ના cannes ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના ગ્લેમરસ લુકથી સૌનું ધ્યાન ખેંચ્યા બાદ, અભિનેત્રી આલિયા ભટ્ટ એક ઓનલાઈન ટ્રોલરને આપેલા પોતાના તીખા છતાં શાલીન જવાબને કારણે ફરી એકવાર વાયરલ થઈ છે. બુધવારે આલિયાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પોતાના શાહી કસ્ટમ-મેડ આઈવરી સિલ્ક સાડી-ગાઉન લુકની એક ઇન્સ્ટાગ્રામ રીલ શેર કરી હતી, જેને પ્રશંસકો અને ફેશન રસિકો તરફથી ખૂબ પ્રશંસા મળી હતી; પરંતુ આ દરમિયાન એક યુઝરે હસતું ઈમોજી મૂકીને અભિનેત્રીની આંતરરાષ્ટ્રીય હાજરીની મજાક ઉડાવવાનો પ્રયાસ કરતા કમેન્ટ કરી હતી કે, "કેટલી અફસોસની વાત છે, કોઈએ તમારા પર ધ્યાન જ ન આપ્યું.
અનુપમ ખેરે ટ્રોલર્સની કાઢી ઝાંટકણી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અને નીડર અભિનેતા અનુપમ ખેર અવારનવાર પોતાની સ્પષ્ટ વાતો માટે જાણીતા છે. તેઓ સોશિયલ મીડિયા પર વિવિધ મુદ્દાઓ વિશે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરતા રહે છે. તાજેતરમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થયેલી એક્ટ્રેસ આલિયા ભટ્ટને જ્યારે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેના લુક અને સ્ટાઇલ માટે ટ્રોલ કરવાનું શરૂ કર્યું, ત્યારે અનુપમ ખેરથી રહેવાયું નહીં. તેમણે આલિયાને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો અને ટ્રોલ્સને અરીસો બતાવતા તેમને ‘બેચારા’ સુધી કહી દીધા છે.
આજકાલના સોશિયલ મીડિયાના માહોલ અને વધતી ટ્રોલિંગ પર ચિંતા વ્યક્ત કરતા અનુપમ ખેરે ખૂબ જ શાંત પણ તીખા શબ્દોમાં કહ્યું, ‘આ એવા લોકોનું કામ છે, જેમની પાસે પોતાની જિંદગીમાં કરવા માટે કંઈ હોતું નથી. તેઓ બસ કોઈ મોટી અને પ્રખ્યાત વસ્તુની બુરાઈ કરીને થોડું ધ્યાન ખેંચવા માંગે છે. એવું લાગે છે કે બીજાની આલોચના કરવી હવે કેટલાક લોકોનો મનપસંદ ટાઇમપાસ કે તેમનો ફૂલ-ટાઇમ જોબ બની ચૂક્યો છે.’ તેમણે આગળ કહ્યું કે હવે તેમને આવા ટ્રોલ્સ પર ગુસ્સો નથી આવતો, પણ દયા આવે છે.
‘આલિયા એક રોકસ્ટાર છે’
અનુપમ ખેરે ગર્વથી કહ્યું કે આલિયા ભટ્ટે વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ ખૂબ જ શાનદાર રીતે કર્યું છે. તેમણે કહ્યું, ‘આ ટ્રોલ્સ એટલા બેચારા છે કે તેમનું પોતાનું અસ્તિત્વ જ એટલા માટે છે કારણ કે ફિલ્મી સિતારાઓ મોજૂદ છે. આલિયા તો એક રોકસ્ટાર છે. મને ખૂબ ગમ્યું કે જે ગરિમા સાથે આલિયાએ આ ટ્રોલ્સને જવાબ આપ્યો, તે સારી રીતે જાણે છે કે આવી વસ્તુઓનો સામનો કેવી રીતે કરવો.’
અનુપમ ખેરે ગીત ગાયું
આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કળાનો ડંકો વગાડનાર એક્ટર અને તાજેતરમાં જ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીતનાર અનુપમ ખેર આ દિવસોમાં પોતાના નવા મ્યુઝિકલ ‘જાને પહચાને અનજાને’ ને લઈને ખૂબ ચર્ચામાં છે. આ પ્રોજેક્ટ વિશે વાત કરતા તેમણે એક ખૂબ જ રસપ્રદ વાત જણાવી. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ માટે સંગીત તૈયાર કરવામાં તેમણે અનુ મલિકની મદદ લીધી છે અને પોતે પણ એક ગીત ગાયું છે.







