મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Ajay Devgn અને Akshay Kumar આ ફિલ્મમાં આવશે આમને-સામને, હવે 'ખેલાડી' બનશે વિલન

મુંબઈ : રોહિત શેટ્ટીની 'ગોલમાલ ફાઈવ'માં અજય દેવગણ મુખ્ય રોલમાં જોવા મળવાનો છે. હવે આ ફ

Ajay Devgn અને Akshay Kumar આ ફિલ્મમાં આવશે આમને-સામને, હવે 'ખેલાડી' બનશે વિલન

મુંબઈ : રોહિત શેટ્ટીની 'ગોલમાલ ફાઈવ'માં  અજય દેવગણ મુખ્ય રોલમાં જોવા મળવાનો છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, અક્ષય કુમારની એન્ટ્રી વિલન તરીકે આ ફિલ્મમાં થઇ છે. આ ઉપરાંત ફિલ્મમાં કરીના કપૂર પણ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. 

રોહિત શેટ્ટી મુંબઇમાં શૂટિંગની તૈયારી કરી રહ્યો છે. પરંતુ હાલમાં તેના પર થયેલા ગોળીબારને લીધે તેને બેવડી સુરક્ષા, સેટ પર સખત નિયંત્રણો અને પોલીસની મંજૂરી લેવી પડશે. આ પછી જ તે પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકશે. 

કરીના કપૂર અને અજય દેવગણની જોડીએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમા 'ઓમકારા' સહિતની ફિલ્મો સામેલ છે.  જોકે અજય દેવગણ, કરીના કપૂર અને અક્ષય કુમારની ત્રિપુટી આ ફિલ્મમાં પહેલીવખત સાથે જોવા મળશે.

આ સમાચાર શેર કરો