મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સતત સફળતા પછી રાજકુમારે કરી ફ્લોપની કમાણી! જાણો MALIKની હાલત શું

રાજકુમાર રાવ તેની અદ્દભુત અને રિયાલિસ્ટિક એક્ટિંગ માટે જાણીતા અભિનેતા છે

સતત સફળતા પછી રાજકુમારે કરી ફ્લોપની કમાણી! જાણો MALIKની હાલત શું

રાજકુમાર રાવ તેની અદ્દભુત અને રિયાલિસ્ટિક એક્ટિંગ માટે જાણીતા અભિનેતા છે. પરંતુ હાલ થોડા સમયથી તેમની ઉપરા ઉપરી એક પછી એક ફિલ્મો ફ્લોપ જવા માંડી છે. હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ 'MALIK'એ પણ  Box Officeમાં ભારે પછડાટ ખાધી છે. ફિલ્મ બનાવવા પાછળ થયેલા ખર્ચના માંડ અડધા ભાગની કમાણી આ ફિલ્મ કરી શકી છે.

'MALIK' Box Officeમાં રહિ ફ્લોપ

રાજકુમાર રાવ અને માનુષી છિલ્લરની ફિલ્મ 'MALIK' આશરે 54 કરોડના બજેટમાં બની હોવાનું કહેવાય છે. જે બીજા સપ્તાહમાં જ લગભગ બધાં થિયેટરમાંથી ઉતારી લેવામાં આવી છે. આ ફિલ્મ આશરે 54 કરોડના બજેટમાં બની હોવાનું કહેવાય છે. પરંતુ માંડ 30 કરોડ કમાયા બાદ જ આ ફિલ્મને મોટી પછડાટ લાગી છે. ફિલ્મ ટિકિટબારી પર રીલિઝ થયાના પહેલા જ દિવસથી થિયેટરો ખાલી રહેવા લાગ્યાં  હતાં. જેનાથી ફિલ્મના પ્રોડયૂસર કુમાર તૌરાણીને ભારે નુકસાન થયું છે. 

રાજકુમારની ફ્લોપ ફિલ્મોની કમાણી

Stree 2 જેવી સુપરહિટ ફિલ્મ આપી  ચૂકેલા રાજકુમાર  રાવ  માટે આ મોટી પછડાટ છે. સારી સારી સુપરહિટ ફિલ્મો પછી સતત તેને ફ્લોપનો ઝટકો લાગ્યો છે. તેની વામિકા ગબ્બી સાથેની પાછલી ફિલ્મ 'Bhulchuk Maaf' પણ ખાસ ચાલી ન હતી. 'MALIK' ફિલ્મ જોયા બાદ તેના વિવેચકો તરફથી તેને મિશ્ર પ્રતિભાવો મળ્યા હતા. ફેન્સમાં રાજકુમારના અભિનયની પ્રશંસા થઈ હતી, પરંતુ તેની અનોખી સ્ટોરીલાઈન, મ્યુઝિક અને અન્ય પાસાઓને લઈ ટીકા કરી હતી.

આ સમાચાર શેર કરો