Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Actress Lara Dutta got emotional after returning from Dubai

VIDEO: દુબઈમાં બોમ્બ વિસ્ફોટ વચ્ચે ફસાઈ હતી Lara Dutta, ભારત પરત ફર્યા બાદ થઈ ભાવુક; કહ્યું- દીકરીને હંમેશા ટ્રોમા...'

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મિડિલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તા તેની 14 વર્ષની દીકરી સાયરા સાથે સુરક્ષિત રીતે ભારત પરત ફરી છે. લારાએ દુબઈમાં ગાળેલા ભયાનક સમયનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, આ તેના જીવનની સૌથી જોખમી સફર હતી. જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ તેજ થયો, ત્યારે લારા અને તેની દીકરી દુબઈમાં એકલા હતા, કારણ કે તેનો પતિ મહેશ ભૂપતિ કામના લીધે લંડન હતો. લારા જેબેલ અલી પોર્ટથી માત્ર 10 કિલોમીટર દૂર રહેતી હતી, જ્યાં દરરોજ બોમ્બમારો થઈ રહ્યો હતો.

App Store

ખતરનાક સંજોગો વચ્ચે એક્ટ્રેસની સુરક્ષિત સ્વદેશ વાપસી

લારાએ જણાવ્યું કે તે જે વિલામાં રહેતી હતી ત્યાં સતત ધડાકાઓનો અવાજ સંભળાતો હતો, જેના કારણે તે પોતાની દીકરીની સુરક્ષાને લઈને અત્યંત ચિંતામાં હતી. જ્યારે દુબઈ એરપોર્ટ પર બોમ્બમારો થવા લાગ્યો, ત્યારે તેણે જોખમ ખેડીને ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું. લારા બે કલાક સુધી ડ્રાઈવ કરીને ફુજૈરાહ પહોંચી હતી. ચોંકાવનારી વાત એ છે કે, જે દિવસે તે ફુજૈરાહ પહોંચી તેના એક દિવસ પહેલા જ ત્યાંના પોર્ટ અને ઓઈલ રિફાઈનરી પર હુમલો થયો હતો. આ ડરામણી સ્થિતિ વિશે તેણે મજાકમાં અક્ષય કુમારને કહ્યું હતું કે તેને વાસ્તવિક જીવનમાં 'એરલિફ્ટ 2' જેવો અનુભવ થઈ રહ્યો છે.

વિલામાં સતત ધડાકાના અવાજ અને દીકરીની ચિંતા

એરપોર્ટ પર પણ સતત ધડાકાઓના અવાજ વચ્ચે લારા અને તેની દીકરી વિમાનમાં બેસવામાં સફળ રહ્યા હતા. લારાએ યુએઈ સરકારની કામગીરી અને એરલાઈન્સ સ્ટાફની પ્રશંસા કરી, જેમણે આ મુશ્કેલ સમયમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. જોકે, લારાએ ચિંતા વ્યક્ત કરી છે કે આ ભયાનક અનુભવ બાદ તેની દીકરીના માનસિક સ્વાસ્થ્ય પર કોઈ ઊંડી અસર (ટ્રોમા) રહી શકે છે. હાલમાં લારા પોતાના પરિવાર સાથે સુરક્ષિત છે, પરંતુ તે દિવસોની યાદો હજુ પણ તેના મનમાં તાજી છે.